For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેતન્યાહૂ કેબિનેટે લીધો મોટો નિર્ણય, ઈઝરાયલમાં બંધ થશે અલ જજીરા, કંપનીએ કોર્ટમાં જવાની કરી તૈયારી

Updated: May 5th, 2024

નેતન્યાહૂ કેબિનેટે લીધો મોટો નિર્ણય, ઈઝરાયલમાં બંધ થશે અલ જજીરા, કંપનીએ કોર્ટમાં જવાની કરી તૈયારી

Israel Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બંધકોની મુક્તિ માટે ગાઝામાં યુદ્ધ ખતમ કરવાની હમાસની માંગની આગળ સમર્પણ કરવું ઈઝરાયલ માટે ભયાનક હાર હશે.

નેતન્યાહૂ કેબિનેટે લીધો મોટો નિર્ણય

બેન્ઝામિન નેતન્યાહૂની કેબિનેટે ઈઝરાયલમાં અલ જજીરાના સંસાલનને અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટના અનુસાર, ઈઝરાયલી કેબિનેટે કહ્યું કે, અલ જજીરાએ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પેદા કર્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે, અલ જજીરાના પત્રકારોએ ઈઝરાયલની સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું છે અને ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના સૈનિકોને ભડકાવ્યા છે. હવે સમય આવી ગયો છે કે હમાસના ન્યૂઝપેપરને અમારા દેશથી બહાર કાઢવામાં આવે. ભડકાઉ ચેનલ અલ જજીરા હવે ઈઝરાયલમાં બંદ કરી દેવાશે.

ઈઝરાયલમાં બંધ થશે અલ જજીરાની ઓફિસ

સરકારી નિવેદનોમાં કહેવાયું છે કે, ઈઝરાયલના ટેલિકોમ મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ આ નિર્ણયનું સમર્થ કરનારા એક સાંસદે કહ્યું કે, અલ જજીરા આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. સરકારી આદેશ અનુસાર, ઈઝરાયલમાં અલ જજીરાના કાર્યાલય બંધ કરી દેવાશે. આ પ્રસારણ સાધન જપ્ત કરી લેવાશે અને ચેનલના કેબલ અને સેટેલાઇટ કંપનીઓને કાપવામાં આવશે. કંપનીની વેબસાઇટ્સ પણ બ્લોક કરી દેવાશે.

કતાર સરકાર કરે છે અલ જજીરાનું ફંડિંગ

જણાવી દઈએ કે, અલ જજીરાનું કતાર સરકાર દ્વારા ફંડિંગ કરવામાં આવે છે. અલ જજીરા ગાઝામાં હમાસ વિરૂદ્ધ ઈઝરાયલના સૈન્ય અભિયાનની સતત ટિકા કરી રહ્યું છે. આ પગલું એવા સમયે ભરાયું છે જ્યારે કતાર યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી ગાઝામાં યુદ્ધ રોકી શકાય છે. ગત મહિને ઇઝરાયલની સંસદ નેસેટે એક કાયદાને મંજૂરી આપી દીધી હતી, જે હેઠળ ઇઝરાયલમાં વિદેશ સમાચાર નેટવર્કને અસ્થાયી રીતે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે.

ઈઝરાયલ સરકારના નિર્ણયને પડકાર આપવાની તૈયારી

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વિસ્તારોમાં અલ જજીરા પ્રમુખ વાલિદ ઓમેરીએ ઈઝરાયલ કેબિનેટના નિર્ણયને ખતરનાક ગણાવ્યો. કંપનીએ કહ્યું કે, આ નિર્ણય વ્યાવસાયિક વિચારોના બદલે રાજનીતિથી પ્રેરિત હતો. અલ જજીરાની કાયદાકીય ટીમે ઈઝાયલ સરકારના નિર્ણયને પડકારતી અરજી તૈયાર કરી છે.

Gujarat