For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્રાઝિલ પર આસમાની આફત વરસી, ભારે વરસાદને પગલે આવેલા પૂરે વિનાશ સર્જ્યો, 57થી વધુના મોત

Updated: May 5th, 2024

બ્રાઝિલ પર આસમાની આફત વરસી, ભારે વરસાદને પગલે આવેલા પૂરે વિનાશ સર્જ્યો, 57થી વધુના મોત

Brazil Flood: બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે પૂર (floods) અને ભૂસ્ખલન (landslides)થી ભારે તબાહી સર્જાઈ છે. જેની સૌથી ખરાબ અસર દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાંમાં જોવા મળી રહી છે. અહીં ભારે વરસાદ (heavy rains)ને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ખરાબ રીતે ધોવાઈ ગયા છે. પૂરના કારણે હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે.

અત્યાર સુધીમાં 57થી વધુના મોત

બ્રાઝિલમાં આ અઠવાડિયાના વરસાદને કારણે 57થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજારો લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિનાશક પૂરને કારણે 281 નગરપાલિકાઓને અસર થઈ છે અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત સ્થાનિક સરકારે એવા વિસ્તારોમાં આફતની સ્થિતિ જાહેર કરી છે જ્યાં 67,000થી વધુ લોકો પૂરથી વિસ્થાપિત થયા છે અને 4,500થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં છે.

Article Content Image

પાણી ઘરની છત સુધી પહોંચી ગયા

તસ્વીરોમાં જોઈ શકાય છે કે કેટલાક વિસ્તારોમાં પાણી ઘરની છત સુધી પહોંચી ગયા છે. રેસ્ક્યુ ટીમ લોકોને શોધવામાં વ્યસ્ત છે. શનિવારે સવારે, ભારે વરસાદને કારણે ગુઆઇબા તળાવમાં પાણીનું સ્તર પાંચ મીટર વધી ગયું હતું, જે રાજ્યની રાજધાની પોર્ટો એલેગ્રેને જોખમમાં મૂક્યું હતું. તેમ એક સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.

Article Content Image

Gujarat