For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૂવું શરીર માટે જરૂરી પણ વધારે પડતી ઊંઘ આવે તો ચેતજો! હોઈ શકે છે આ વિટામિનની ઉણપ

Updated: May 2nd, 2024

સૂવું શરીર માટે જરૂરી પણ વધારે પડતી ઊંઘ આવે તો ચેતજો! હોઈ શકે છે આ વિટામિનની ઉણપ

Image: Freepik

Vitamin D: આખો દિવસ થાક બાદ સારી ઊંઘ આવવી ખૂબ જરૂરી છે. સારી ઊંઘ વિના આપણા શારીરિક, માનસિક અને ઈમોશનલ આરોગ્યને અસર થઈ શકે છે. ઘણી વખત લોકો એ જાણતા નથી કે ખૂબ વધુ ઊંઘ આવવાનું કારણ ઘણા વિટામિનની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને વિટામિન ડી ની ઉણપ પણ ખૂબ વધુ ઊંઘનું કારણ બની શકે છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં ઘણા લોકો ઊંઘની ઉણપથી ઝઝૂમી રહ્યાં છે. ઊંઘ ન આવવાની બીમારીને અનિંદ્રાના નામથી ઓળખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ખૂબ વધુ ઊંઘ આવવાનું કારણ ન માત્ર આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને તણાવ હોઈ શકે છે પરંતુ એક વિટામિનની ઉણપ પણ તેનું કારણ બની શકે છે.  

કયા વિટામિનની ઉણપથી વધુ ઊંઘ આવે છે?

વિટામિન ડી ન માત્ર આપણા હાડકાઓ અને દાંત માટે જરૂરી છે પરંતુ સંભવિતરીતે ઊંઘને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. વિટામિન ડીની ઉણપના કારણે વધુ ઊંઘ આવી શકે છે. આ આપણા શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન લેવલને પ્રભાવિત કરી શકે છે. આ હોર્મોન ઊંઘને કંટ્રોલ કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે.

વિટામિનની ડી ની ઉણપ સામાન્યરીતે તડકામાં ઓછો સમય પસાર કરવા, ખોરાકમાં તેની અછતના કારણે થઈ શકે છે. વિટામિન ડી નો મુખ્સ સોર્સ સૂર્યના કિરણો હોય છે. વિટામિન ડી થી ભરપૂર ડાયટમાં તમે ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરી શકો છો.

વધુ ઊંઘ લેવાથી થાક અને માનસિક તણાવ થઈ શકે છે. જો આવા લક્ષણ જોવા મળે તો એક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર તમારા વિટામિન ડીના લેવલનો ટેસ્ટ કરીને સમસ્યાને સમજશે અને તમને યોગ્ય ઉપાયનું સૂચન આપશે.

વિટામિન ડી ની ઉણપ ખૂબ વધુ ઊંઘનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. સમયાંતરે તડકામાં સમય પસાર કરવો અને વિટામિન ડી થી ભરપૂર ફૂડ્સનું સેવન કરવાથી આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી શકે છે પરંતુ જો લક્ષણ રહે તો મેડીકલ સલાહ લેવી ખૂબ જરૂરી છે.

Gujarat