For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિદ્ધાર્થ આનંદે ઋતિક રોશનની ક્રિષ 4ની પુષ્ટિ કરી

Updated: May 5th, 2024

સિદ્ધાર્થ આનંદે ઋતિક રોશનની ક્રિષ 4ની પુષ્ટિ કરી

- દિગ્દર્શકે સોશયલ મીડિયાના એક પેડ પર ક્રિષ ગેટ-અપ માં ઋતિક રોશનનું એક પોસ્ટર શેર કર્યુ

મુંબઇ : ઋતિક રોશનની ક્રિષ ૪ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને હવે અપડેટ છે કે, ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાનો છે.

સોશયલ મીડિયાના એક પેજ દ્વારા ક્રિષ ૪ના ગેટ-અપમાં ઋતિક રોશન સાથેનું એક પોસ્ટર શેર કરીને જણાવ્યું છે કે, વહ આ રહા હૈ,આપછી  સિદ્ધાર્થ આનંદે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરીને લખ્યું હતું કે, હાં, વહ હૈ. 

ક્રિષ બોલીવૂડની સફળ ફ્રેન્ચાઇજીમાંની એક છે.  પિતા રાકેશ રોશન અને પુત્ર ઋતિક રોશનની જોડીની આ ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે. 

રાકેશ રોશન અને ઋતિક રોશન ક્રિષ ૪ની વાર્તા વધુ સારી, ઉત્તમ અને કોઇએ વિચારી ન હોય એવી અસામાન્ય લાવાવ માંગે છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. 

Gujarat