For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મને પણ કોરોના વેક્સિન લીધા બાદ થાક મહેસૂસ થતો હતો...' હાર્ટએટેકથી બચેલાં અભિનેતાનો ખુલાસો

Updated: May 5th, 2024

મને પણ કોરોના વેક્સિન લીધા બાદ થાક મહેસૂસ થતો હતો...' હાર્ટએટેકથી બચેલાં અભિનેતાનો ખુલાસો

Image Source: Twitter

Shreyas Talpade: બોલિવૂડના ફેમસ અને ટેલેન્ટેડ એક્ટર શ્રેયસ તલપડે માટે ગત વર્ષનો ડિસેમ્બર મહિનો ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. 14 ડિસેમ્બર 2023ના રોજ તેને અચાનક બેચેની અનુભવાઈ હતી અને જ્યારે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થઈ હતી. હાર્ટ એટેક બાદ એક્ટરની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, હવે તે એકદમ સ્વસ્થ છે. સમયસર દવાઓ લેવી અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. પરંતુ હવે અભિનેતાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમને હાર્ટ એટેક આવવાનો સબંધ કોવિડ-19 વેક્સિન સાથે છે.

એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં શ્રેયસ તલપડેએ પોતાના હાર્ટ એટેક વિશે વાત કરી છે. આ દરમિયાન તેણે ચોંકાવનારો દાવો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે તે એ વાતને નકારી ન શકે કે કોવિડ-19 વેક્સિનને તેના હાર્ટ એટેક સાથે કોઈ લેવાદેવા નથી.

અભિનેતાએ કહ્યું- હું મહિનામાં માત્ર એક જ વાર ડ્રીન્ક કરું છું. હું તમાકુનું સેવન નથી કરતો. જોકે, મારું કોલેસ્ટ્રોલ લેવલ થોડું વધારે હતું. પરંતુ મને કહેવામાં આવ્યું કે હાલના સમયમાં તે સામાન્ય છે. હું તેના માટે મેડિકેશન લઈ રહ્યો હતો અને તેનાથી તેમાં ઘટાડો નોંધાયો છે. અભિનેતાએ આગળ કહ્યું કે, મને ડાયાબિટીસ નથી, મને બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા નથી તો પછી હાર્ટ એટેકનું કારણ શું હોઈ શકે?

મને પણ કોરોના વેક્સિન લીધા બાદ થાક મહેસૂસ થતો હતો

એક્ટરે આગળ સવાલ કર્યો અને કહ્યું કે, જો આટલું ધ્યાન રાખ્યા બાદ પણ આવું થઈ શકે તો તેનું કારણ કંઈક બીજું છે. હું આ થિયોરીને નકારીશ નહીં. હું COVID-19 વેક્સિન લીધા બાદ થાક મહેસૂસ કરતો હતો. આમાં થોડું તો સત્ય છે  જ અને આપણે તેને નકારી ન શકીએ. એવું બની શકે કે, તે કોરોના અથવા વેક્સિનના કારણે હોય પરંતુ મને હાર્ટ એટેક આવવો એ તેની સાથે સબંધિત છે. 

વેક્સિન પર રિસર્ચ કરવા માગે છે શ્રેયસ

શ્રેયસ તલપડેને જ્યારથી શંકા ગઈ છે કે તેનો હાર્ટ એટેક કોવિડ વેક્સિન સાથે સંબંધિત છે, ત્યારથી તે તેના પર વધુ રિસર્ચ કરવા માગે છે. અભિનેતાએ કહ્યું- આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે આપણે ખરેખર નથી જાણતા કે આપણે આપણા શરીરની અંદર શું નાખ્યું છે. આપણે કંપની પર વિશ્વાસ કર્યો.

કોવિડ -19 પહેલાં મેં આવી ઘટનાઓ વિશે ક્યારેય નહોતું સાંભળ્યું. હું જાણવા માગુ છું કે, વેક્સિને આપણી બોડી સાથે શું કર્યું છે. મને ખાતરી નથી કે આ કોરાનાના કારણે છે કે, વેક્સિનના કારણે છે. જ્યાં સુધી મારી પાસે કોઈ નક્કર પુરાવા નથી ત્યાં સુધી કંઈપણ કહેવું નકામું છે. પરંતુ હું એ જાણવા માંગુ છું કે વેક્સિને આપણા બોડી પર કેવી રીતે અસર કરી છે. 

Gujarat