For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવા સપ્તાહમાં નિફટી 22666 ઉપર બંધ થતાં 22888 જોવાશે

- સેન્સેક્સ ૭૪૬૬૬ ઉપર બંધ થતાં ૭૫૩૩૩ જોવાશે

- નિફટી ૨૨૨૨૨ સપોર્ટ અને સેન્સેક્સ ૭૩૧૧૧ ટેકાની સપાટી

Updated: May 5th, 2024

નવા સપ્તાહમાં નિફટી 22666 ઉપર બંધ થતાં 22888 જોવાશે

મુંબઈ : અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. જ્યારે ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે. સેન્સેક્સ ૭૫૦૦૦ની સપાટી પાર કરીને સપ્તાહના અંતે અથડાઈ જવા ઉપરાંત નિફટી પણ ૨૨૭૯૪.૭૦ની નવી ટોચ બનાવીને અથડાઈ ગયો છે. ઈન્ડેક્સ બેઝડ ફંડોએ હેવીવેઈટ શેરોના સથવારે મોટી ઉથલપાથલ મચાવી છે. સાઈડ માર્કેટમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો હાલ તુરત ચૂંટણી સુધી જાણે કે નવા મોટા કમિટમેન્ટ, ખરીદીથી દૂર રહ્યા છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી સપ્તાહમાં હવે ૭, મે ૨૦૨૪ના ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝના પરિણામ, ૮, મે ૨૦૨૪ના ટાટા પાવરના રિઝલ્ટ, ૯, મે ૨૦૨૪ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિ., બીપીસીએલના રિઝલ્ટ, ૧૦, મે ૨૦૨૪ના ટાટા મોટર્સ, સિપ્લા, બેંક ઓફ બરોડાના પરિણામ પર બજારની નજર રહેશે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં અપેક્ષિત વોલેટીલિટી વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ૨૨૨૨૨ ટેકાની સપાટીએ ૨૨૬૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૨૮૮૮ અને સેન્સેક્સ ૭૩૧૧૧ ટેકાની સપાટીએ ૭૪૬૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૫૩૩૩ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : MAZDA LTD.

બીએસઈ(૫૨૩૭૯૨), એનએસઈ(MAZDA) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ,  ISO 9001:2005, ISO 14001:2015, ISO 45001:2018, ASME U stamp, Dun & Bradstreet,  National Board of Boiler and Pressure Vessel Inspectors Certified,  મઝદા લિમિટેડ(MAZDA LTD.) એન્જિનિયરીંગ ઉદ્યોગમાં પ્રોસેસ અને પાવર ઉદ્યોગને સ્ટીમ જેટ વેક્યુમ સિસ્ટમ્સ અને કન્ડેશનર્સની મોટી સંખ્યા પૂરા પાડતી કંપની અમદાવાદ-ગુજરાત સ્થિત અગ્રણી કંપનીઓ પૈકી એક છે. ઈન્ડો-અમેરિકન અને જર્મન સંયુક્ત સાહસ કંપની તેના આધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) સેન્ટર દ્વારા વિકસાવાયેલા જગ્યા અને એનજીૅની બચત કરતાં ઈજેક્ટર વેક્યુમ સિસ્ટમ વિશ્વભરમાં ઘણા પોલીયેસ્ટર પ્લાન્ટોમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ સાથે આ ઈજેક્ટર વેક્યુમ સિસ્ટમ્સ સ્ટીલ ડિગેસ્સિંગ અને વેપર પાવર્ડ ઈથીલિન ગ્લાયકોલ ઈજેકટર વેક્યુમસ સિસ્ટમ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કંપની વાર્ષિક ૧૦૦૦થી વધુ સિસ્ટમ્સનું વૈશ્વિક વેચાણ કરે છે. કંપની યુ.એસ.એ. અને યુરો સહિત વિશ્વમાં ૪૦થી વધુ દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે. અમદાવાદ-ગુજરાતમાં મેન્યુફેકચરીંગ સવલતોમાં મઝદા પ્રોડક્ટસ અને સિસ્ટમ્સનું ફેબ્રિકેશન કરવામાં આવે છે. કંપનીના ઉત્પાદનોમાં વેજીટેબલ ઓઈલ પ્રોસેસીંગ માટે સ્ટીમ જેટ બુસ્ટર ઈજેકટર વેક્યુમ સિસ્ટમ્સ, પાવર પ્લાન્ટો માટે ટર્બાઈન એક્સ્ક્ટ્રેશન સિસ્ટમ્સ, મજબૂત અને સુપિરીયર એલોય સ્ટીલ્સના ઉત્પાદન માટ વીડી અને વીઓડી પ્લાન્ટો માટે મલ્ટિપલ નોઝર બુસ્ટર-ઈજેક્ટર વેક્યુમ સિસ્ટમ્સ, કન્ડેન્શનર, હિટર, વેક્યુમ પમ્પ, રિફોર્મર, હોટશોટ પમ્પ નોન-ઈલેક્ટ્રિક ઓટોમેટેડ પમ્પ, ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સ, ઈવેપોરેટર્સ અને ક્રિસ્ટલાઈઝર્સ, એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ્સ સહિતનો સમાવેશ છે.

એન્જિનિયરીંગ ડિવિઝન : કંપની રીફાઈનરીઝ, પેટ્રોકેમિકલ્સ, પાવર, ફર્ટિલાઈઝર્સ, કેમિકલ્સ અને બલ્ક ડ્રગ્ઝ ઉદ્યોગોને ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા સાથે સુગર અને ફૂડ ઉદ્યોગો, પલ્પ અને પેપર તેમ જ અન્ય ઉદ્યોગોની જરૂરીયાત પૂરી કરે છે. કંપનીએ પાવરની માંગ ધરાવતા દરેક પ્રકારના ઉદ્યોગ માટે પાવર ઉત્પાદન અને મેકેનિકલ ડ્રાઈવ સોલ્યુશન્સ માટે ઈક્વિપમેન્ટ પૂરા પાડયા છે. જેમાં બાયોમાસ (પામ ઓઈલ, સુગર, પલ્પ અને પેપર, મેટલ), ઓઈલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ, સ્વવપરાશી પાવર પ્લાન્ટ્સ, કોજનરેશન, જીઓથર્મલ, હિટ-રિકવરી અને વોટર ઈન્સિનરેશન પ્લાન્ટસનો સમાવેશ છે. 

ફૂડ ડિવિઝન : મઝદા લિમિટેડનું ફૂડ ડિવિઝન બીકુલ નિકાસ માટે વર્ષ ૨૦૦૮માં ઈન્ટરનેશનલ ફૂડ માર્કેટમાં તેના વિવિધ ઉત્પાદનો સાથે પ્રવેશી હતી. જેના ઉત્પાદનોમાં ઈન્સ્ટન્ટ ડ્રીંક મિક્સ, કલનરી ફલેવરિંગ કલર, ફ્રૂટ જામ, ફ્રૂટ સ્કવોશ, સોયા સોસ, રોઝ વોટર, રોઝ સિરપ, કેવરા વોટર અને વિનીગર, બેકિંગ, વેનીલા, કસ્ટર્ડ પાવડર, મેંગો ચટની અને મિક્સ્ડ પિકલ્સનો સમાવેશ છે.

બુક વેલ્યુ : 

માર્ચ ૨૦૨૧ના રૂ.૩૬૮, માર્ચ ૨૦૨૨ના રૂ.૪૦૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૬૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૫૪૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૬૪૭

ડિવિડન્ડ :

વર્ષ ૨૦૧૯માં ૯૦ ટકા, વર્ષ ૨૦૨૦માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૧માં ૧૧૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૨૧ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૪૦ ટકા

શેર હોલ્ડિંગ પેટર્ન :

પ્રમોટર્સ હસ્તક ૪૮.૩૪ ટકા અને ૫૧.૬૬ ટકા રૂ.૨ લાખથી ઓછી શેરમૂડીધારકો પાસે છે.

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક  ૧૫.૨૬ ટકા વધીને રૂ.૧૯૩.૮૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩.૭૩ ટકા થકી ચોખ્ખો નફો ૨૫ ટકા વધીને રૂ.૨૬.૬૨  કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૬.૪૮ નોંધાવી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક ૭૯  ટકા વધીને રૂ.૫૩.૫ કરોડ મેળવી એનપીએમ ૧૪.૧૫ ટકા થકી ચોખ્ખો નફો ૩૯ ટકા વધીને રૂ.૭.૫૧ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૯.૨૨ હાંસલ કરી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ :

ચોખ્ખી આવક ૨૮.૫૧ ટકા વધીને રૂ.૬૩.૭૦ કરોડ મેળવી એનપીએમ ૯.૭૧ ટકા થકી ચોખ્ખો નફો ૫૯  ટકા વધીને રૂ.૬.૧૯ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૫.૪૬ હાંસલ કરી છે.

(૪) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ :  ચોખ્ખી આવક ૨૬ ટકા વધીને રૂ.૫૫.૭૩ કરોડ મેળવી એનપીએમ ૧૬.૭૧ ટકા થકી ચોખ્ખો નફો ૪૪ ટકા વધીને રૂ.૯.૩૧ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૨૦.૬૩ હાંસલ કરી છે.

(૫) નવ માસિક એપ્રિલ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ :  ચોખ્ખી આવક ૩૬ ટકા વધીને રૂ.૧૭૨.૫૦ કરોડ મેળવીને એનપીએમ ૧૨.૮૩ ટકા થકી ચોખ્ખો નફો ૩૮ ટકા વધીને રૂ.૨૨.૧૫ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૫૫.૩૧ હાંસલ કરી છે. પ્રથમ નવ મહિનામાં એન્જિનિયરીંગ ડિવિઝનની આવક ૩૮ ટકા વધીને રૂ.૧૪૯ કરોડ થઈ છે. જ્યારે ફૂડ ડિવિઝનની આવકમાં ૧૪.૩૮ ટકા વૃદ્વિ થઈ છે. 

(૬) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક  ૩૦ ટકા વધીને રૂ.૮૮ કરોડ મેળવીને એનપીએમ ૧૨.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૨૭.૪૬ અપેક્ષિત છે.

(૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૬૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૩૩.૧૫ કરોડ મેળવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક-ઈપીએસ રૂ.૮૨.૭૭ અપેક્ષિત છે.

(૮) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૧૨ કરોડ મેળવી એનપીએમ ૧૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૦.૫૦ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૧ અપેક્ષિત છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ-ઈન્વેસ્ટમેન્ટ  એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) એન્જિનિયરીંગ ઉદ્યોગમાં પ્રોસેસ અને પાવર ઉદ્યોગને સ્ટીમ જેટ વેક્યુમ સિસ્ટમ્સ અને કન્ડેશનર્સની મોટી સંખ્યા પૂરા પાડતી (૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩માં ચોખ્ખા નફામાં ૩૮ ટકા વૃદ્વિ નોંધાવી શેર દીઠ આવક રૂ.૫૫.૩૧ હાંસલ કરનાર (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૦૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૪૭ સામે  મઝદા લિમિટેડનો રૂ.૧૦ પેઈડ-અપ શેર બીએસઈ પર રૂ.૧૪૨૫.૫૦ ( એનએસઈ પર રૂ.૧૪૩૧) ભાવે એન્જિનિયરીંગ ઉદ્યોગના સરેરાશ૪૨ના પી/ઈ સામે માત્ર ૧૪.૧૦ના પી/ઇએ ઉપલબ્ધ છે.

Gujarat