For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 26 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 26th, 2024

વાંચો તમારું 26 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : વધુ પડતી દોડધામ-શ્રમ, કામના તણાવ-દબાણને લીધે આપના સ્વાસ્થ્ય પર અસર ના પડે તેની તકેદારી રાખવી પડે.

વૃષભ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

મિથુન : કામકાજમાં પ્રારંભિક પ્રતિકુળતા બાદ સાનુકુળતા મળી રહે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. હર્ષ-ઉલ્લાસ રહે.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપનાં હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકુળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.

કન્યા : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજમાં સાનુકુળતા જણાય.

તુલા : આપના કાર્યમાં સરળતા રહે. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ રહે.

વૃશ્ચિક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. વિચારોની દ્ધિધા-અસમંજસતાના લીધે કામમાં વિલંબ જણાય.

ધન : દિવસના પ્રારંભથી જ આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. બેંકના, વીમા કંપનીના કામમાં ધ્યાન રાખવું.

મકર : જેમ દિવસ પસાર થતો જાય તેમ કામમાં સાનુકુળતા થવાથી આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. હર્ષ-લાભ જણાય.

કુંભ : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા જણાય. ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ રહે.

મીન : આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકુળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા રહે. આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat