For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 05 મેં 2024નું રાશિ ભવિષ્ય

Updated: May 5th, 2024

વાંચો તમારું 05 મેં 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.

વૃષભ : આપના કામમાં સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.

મિથુન : ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ- મિત્ર વર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા આનંદ રહે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જૂના મિત્ર કે સ્વજન-સ્નેહિની આકસ્મિક મુલાકાતથી આનંદ થાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

કન્યા : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય.

તુલા : સાસરીપક્ષ- મોસાળપક્ષના કામ અંગે દોડધામ-ચિંતા-ખર્ચ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ રહે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સંતાનના કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

મકર : અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ભાઈભાંડુના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કુંભ : કુટુંબ-પરિવારના કામમાં, વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.

મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat