વાંચો તમારું 02 મેં 2024નું રાશિ ભવિષ્ય
Updated: May 2nd, 2024
મેષ : બપોર સુધી કોઇને કોઈ કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. દિવસ પસાર થતો જાય તેમ કામનો ઉકેલ આવતો જાય.
વૃષભ : ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. મિલન મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. બપોર પછી કામનું ભારણ વધે.
મિથુન : દિવસનો પ્રારંભ પ્રતિકૂળતાથી થાય. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. બપોર પછી આપને રાહત થતી જાય.
કર્ક : આપના કાર્યમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરવાનો પ્રયાસ કરો. બપોર પછી માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય.
સિંહ : આપના કાર્યની પૂર્તિ માટે દોડધામ શ્રમ અનુભવાય. મોસાળ પક્ષ સાસરીપક્ષના કામમાં વ્યસ્ત રહો. આકસ્મિક ખર્ચ જણાય.
કન્યા : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં લાભ જણાય. બપોર પછી દોડધામ ખર્ચ જણાય.
તુલા : દિવસનો પ્રારંભ બેચેની વ્યગ્રતા સાથે થાય. ઘર-પરિવારની ચિંતા રહે. બપોર પછી ધીરે ધીરે આપને શાંતિ-રાહત થતાં જાય.
વૃશ્ચિક : સંયુક્ત ધંધામાં ભાઈભાડુંનો સહકાર મળી રહે કે તેમના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
ધન : આપના કાર્યમાં સાનુકુળતા રહે. ધંધામાં આવક જણાય. પરંતુ બપોર પછી અડોશ-પડોશના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.
મકર : આપને મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકુળતા મળી રહે. રાજકીય સરકારી કામ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.
કુંભ : દિવસના પ્રારંભમાં કામકાજમાં મુશ્કેલી જણાય. હરિફવર્ગનો સામનો કરવો પડે. દિવસ પસાર થાય તેમ ચિંતા ઉચાટ જણાય.
મીન : આપના કાર્યમાં અન્યનો સાથ જણાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં પ્રતિકૂળતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ