For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Akshaya Tritiya : અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો નારાજ થશે માતા લક્ષ્મી

Updated: May 3rd, 2024

Akshaya Tritiya :  અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો નારાજ થશે માતા લક્ષ્મીImage:FreePik 

Akshaya Tritiya : સનાતન ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે.  આ દિવસને શુભ કાર્યો માટે વિશેષ માનવામાં આવે છે. 

આ દિવસથી દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે તમે કોઈપણ શુભ કાર્ય કોઈપણ મુહૂર્ત વગર કરી શકો છો. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું વિશેષ મહત્વ છે. પરંતૂ આ દિવસે ઘણા  કામ એવા છે જે ન કરવા જોઇએ. અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ તેના વિશે જાણીશું. 

મસાલેદાર ભોજન ન કરવું

અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી માંસ અને દારૂનું સેવન ન કરવુ જોઅએ, તેમજ મસાલેદાર ભોજન પણ ન કરવુ જોઇએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે. અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ, તેનાથી માનસિક શાંતિ મળે છે.

સ્વચ્છતા રાખો

અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, જ્યાં સ્વચ્છતા ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ન નાખો.

પૂજામાં ગુસ્સો ન કરવો

પૂજા દરમિયાન જો કોઈ વ્યક્તિ વિક્ષેપ અથવા ગુસ્સો કરે છે તો માતા લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા મનને શાંત રાખવું જોઈએ અને શાંત ચિત્તે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, કારણ કે શાંત મનથી પૂજા કરવાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

Article Content Image

તુલસીના પાન તોડવા નહીં

હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસીના પાન ન તોડવા જોઈએ. આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો.

આ ખોટું કામ ન કરો

અક્ષય તૃતીયા પર, વ્યક્તિએ જુગાર, ચોરી, લૂંટ, જુગાર અને જૂઠ્ઠુ બોલવા જેવા કાર્યો ન કરવા જોઇએ. આ સિવાય અક્ષય તૃતીયા પર કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે.

Gujarat