For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અક્ષય તૃતિયા પહેલાં ઘરમાંથી નિકાળી દો આ વસ્તુઓ, નહીં તો દેવી લક્ષ્મી થઇ જશે નારાજ

Updated: May 4th, 2024

અક્ષય તૃતિયા પહેલાં ઘરમાંથી નિકાળી દો આ વસ્તુઓ, નહીં તો દેવી લક્ષ્મી થઇ જશે નારાજImage:freepik 

Akshay Tritiya 2024: અક્ષય તૃતીયાને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતિયા 10 મેના રોજ ઉજવવામાં આવશે.  

આ ખાસ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. જ્યોતિષીઓના અનુસાર આ દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. પરંતુ, શું તમે એ જાણો છો કે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો આ દિવસ તમારી કેટલીક ભૂલના લીધે દેવીને નારાજ પણ કરી શકે છે !

આ દિવસે ઘણી એવી વસ્તો છે જે ઘરની બહાર નિકાળી દેવી જોઇએ,  આ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે તેમજ આર્થિક સમૃદ્ધિને અવરોધે છે. તો જાણીએ એવી કઇ વસ્તુઓ છે જે ઘરમાંથી બહાર નિકાળી દેવી જોઇએ.

સુકાયેલા પાન, છોડ કે પુષ્પ

જો આપ ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો અક્ષય તૃતીયા પહેલા સુકાયેલા પાન, છોડ કે પુષ્પને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ

જૂની કે તૂટેલી સાવરણી

માન્યતા અનુસાર ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી દિવાળીની જેમ જ અક્ષય તૃતીયાના દિવસે જૂની સાવરણી બદલવાની માન્યતા પ્રચલિત છે. જો ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી હોય તો અક્ષય તૃતીયા પહેલાં તે સાવરણીનો નિકાલ કરી દેવો જોઇએ.

જૂના તૂટેલા ચંપલ

જો આપના ઘરમાં જૂના તૂટેલા ચંપલ છે તો અક્ષય તૃતીયાના દિવસ પહેલાં જ તેને ઘરમાંથી બહાકાઢી દેવા જોઈએ. ફાટેલા ચપ્પલ અને જુના ચપ્પલ ઘરમાં ગરીબી લાવે છે.

અક્ષય તૃતીયાનો દિવસ એ નવી વસ્તુઓની ખરીદી કરવાનો દિવસ છે. આ દિવસે સુવર્ણના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે. આવા શુભ અવસરે તૂટેલા ચંપલોનું ઘરમાં હોવું બિલકુલ પણ શુભ નથી મનાતું.

ખરાબ ગંદા કપડા

એવુ કહેવાય છે કે, માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે, જ્યાં સાફ સફાઇ હોય છે, તેથી અક્ષય તૃતીયા પહેલાં ઘરમાંથી ગંદા અને ખરાબ કપડાને કાળી દો.

તુટેલા વાસણ

અક્ષય તૃતીયા પહેલાં ઘરમાં જો તુટેલા વાસણો હોય તો તેને ઘરમાંથી બહાર નિકાળી દો. કહેવાય છેકે, તુટેલાં વાસણથી નકારાત્મકતા ફેલાય છે અને તે ઘરમાં મા લક્ષ્મી વાસ નથી કરતી.

ખંડિત મૂર્તિ

ખંડિત મૂર્તિ વાસ્તુ દોષને જન્મ આપે છે, તેથી ઘરમાં ખંડિત થયેલી મૂર્તિ કે, ફોટો ન રાખવો જોઇએ.

Gujarat