Get The App

WHOથી હટ્યું અમેરિકા, કેનેડા પર 25 ટકા ટેરિફ: શપથવિધિ પછી ટ્રમ્પના તાબડતોબ આદેશ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
WHOથી હટ્યું અમેરિકા, કેનેડા પર 25 ટકા ટેરિફ: શપથવિધિ પછી ટ્રમ્પના તાબડતોબ આદેશ 1 - image


Donald Trump  Executive Orders List: ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા પછી તરત જ, ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ચાર્જ સંભાળતી વખતે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે બાયડન સરકારના 78 નિર્ણયોને રદ કર્યા છે. આ સાથે તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે શપથ લેતાની સાથે જ કઈ ફાઈલો પર હસ્તાક્ષર કર્યા

- 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં દોષિત 1500 લોકોને માફી આપી.

- ડ્રગ્સ કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે.

- અમેરિકાની દક્ષિણી સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોથી અમેરિકન લોકોને સુરક્ષિત કરવામાં આવશે.

- 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવામાં આવશે. 

- અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ જશે

- ફેડરલ સરકારમાં નિમણૂકો મેરિટના આધારે થશે.

- સરકારી સેન્સરશીપ સમાપ્ત થશે અને અમેરિકામાં ભાષણની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

- અમેરિકામાં થર્ડ જેન્ડરને અમાન્ય જાહેર કરવામાં આવ્યું.

- યુએસ-મેક્સિકો બોર્ડર પર નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી.

- રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની ઘોષણા.

- ઇલેક્ટ્રિક વાહન (EV) નો ફરજિયાત ઉપયોગ નાબૂદ.

- અમેરિકામાં જન્મથી નાગરિકતા સમાપ્ત થઈ.

- અમેરિકામાં TikTokના સંચાલન માટે 75 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી. ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કરીને ફરી સર્વિસ શરુ કરી દીધી છે.

WHOથી હટ્યું અમેરિકા, કેનેડા પર 25 ટકા ટેરિફ: શપથવિધિ પછી ટ્રમ્પના તાબડતોબ આદેશ 2 - image



Google NewsGoogle News