Get The App

કેવું મોનિટર લેશો : સાદું કે સ્માર્ટ ?

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
કેવું મોનિટર લેશો : સાદું કે સ્માર્ટ ? 1 - image


- rËðk¤e{kt ½h fu ykurVMk {kxu {kurLkxh ÷uðkLkku rð[kh Au?

જે રીતે અત્યારે આપણે સાદું ટીવી, સ્માર્ટ ટીવી, સેટ અપ બોક્સની મદદથી સ્માર્ટ બનતું ટીવી કે એન્ડ્રોઇડ/ગૂગલ ટીવી લેવું એની મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા છીએ, એ જ રીતે કમ્પ્યૂટરના મોનિટર માટે પણ હવે વિવિધ વિકલ્પ આવી ગયા છે.  જેમ કે સાદા મોનિટરને બદલે હવે તમે સ્માર્ટ મોનિટર પણ ખરીદી શકો છો.

સાદા મોનિટરને આપણે કમ્પ્યૂટર કે લેપટોપ સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને કમ્પ્યૂટરમાં રન થતા પ્રોગ્રામ મોનિટરમાં જોઈ શકીએ છીએ. મતલબ કે સાદા મોનિટરને કંઈ પણ ડિસ્પ્લે કરવા માટે કમ્પ્યૂટરની જરૂર પડે છે. સાદા મોનિટરમાં કોઈ ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી કે કંઈ પણ સ્ટ્રીમ કરવાની ક્ષમતા હોતી નથી.

જ્યારે સ્માર્ટ મોનિટરમાં તમે ઇચ્છો તો માઇક્રોસોફ્ટ ઓફિસ ૩૬૫ ના પ્રોગ્રામ્સ પણ ચલાવી શકો છો. તેમાં વાયરલેસ કી-બોર્ડ અને માઉસ પણ કનેક્ટ કરી શકાય છે - કમ્પ્યૂટર વિના! મતલબ કે જો તમારું ઓફિસનું કામકાજ લગભગ ક્લાઉડમાં જ થઈ શકતું હોય તો સ્માર્ટ મોનિટર તમારે માટે વરદાનરૂપ બની શકે.

આટલું જાણ્યા પછી તમારે સાદું મોનિટર ખરીદવું કે પછી સ્માર્ટ મોનિટર એ નિર્ણય તમારો.

M{kxo {kurLkxhLkk VkÞËk

સ્માર્ટ મોનિટર હાઇબ્રિડ ડિવાઇસ કહી શકાય, જેમાં સાદા મોનિટર જેવાં બધાં કામ કરવા ઉપરાંત સ્માર્ટ ટીવી જેવાં ફીચર પણ હોય છે.

સ્માર્ટ મોનિટરમાં વાઇ-ફાઇ અને બ્લુટૂથ કનેક્ટિવિટી હોય છે, જેની મદદથી કમ્પ્યૂટર કે સ્માર્ટફોન જેવા ડિવાઇસ વાયરલેસ કનેક્ટ કરવા ઉપરાંત સીધેસીધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ મેળવી શકાય છે.

સ્માર્ટ મોનિટરમાં એન્ડ્રોઇડ જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ હોય છે, જેને કારણે કમ્પ્યૂટરની મદદ વિના નેટફ્લિક્સ કે યુટ્યૂબ જેવી સ્ટ્રીમિંગ એપ ચલાવી શકાય છે.

સ્માર્ટ મોનિટરમાં વોઇસ કંટ્રોલ, સ્માર્ટ હોમ ઇન્ટિગ્રેશન ને ઇન્ટરનેટ બ્રાઉઝર પણ હોય.

સ્માર્ટ મોનિટરનો કમ્પ્યૂટર વિના ગેમિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે. 


Google NewsGoogle News