Get The App

તપાસીએ 75 કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
તપાસીએ 75 કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી 1 - image


- ykÃkýe þk¤kyku{kt rð¿kkLk, RríknkMk, ¼qøkku¤ ðøkuhu yk heíku Ãký þe¾ðe þfkÞ...

ઇતિહાસ કે ભૂગોળ જેવા વિષય ઘણા વિદ્યાર્થીઓને બોરિંગ લાગતા હોય છે. કારણ કદાચ એ કે બંને અદભુત વિષય મોટા ભાગે બંધિયાર વર્ગખંડમાં, ચોક-ડસ્ટરની મદદથી ભણાવવામાં આવે છે. એમાં આજની, ડેટા વિઝ્યુઅલાઇઝેશન ટેક્નોલોજી કામે લગાડવામાં આવે તો આખી વાતને મજાનો ટ્વીસ્ટ મળી શકે.

જેમ કે, ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છનો જન્મ સાગરની કૂખમાંથી, ટેક્ટોનિક પ્રકારનાં ભૂકંપનોથી ઉભરી આવેલી જમીન સ્વરૂપે થયો છે અને પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કાચબાના આકારના પ્રાચીનતમ પ્રદેશ તરીકે થયો છે, એ કદાચ તમને ખબર હશે. કચ્છની જેમ આખી દુનિયામાં સાગર ત્યાં ભૂમિ અને ભૂમિ ત્યાં સાગર એવું વર્ષોથી થતું આવ્યું છે અને ગોળ દડા જેવી પૃથ્વી પર જમીનનો નક્શો સતત બદલાતો રહ્યો છે. આ બધું બ્લેબોર્ડને બદલે સ્ક્રીન પર, આંખો સામે સાકાર થતું દેખાય તો એ જાણવું વધુ રસપ્રદ બને કે નહીં?

આટલું વાંચીને, લાખો-કરોડો વર્ષો પહેલાં, જ્યારે પૃથ્વી પર જીવસૃષ્ટિનો હજી પ્રારંભ થઈ રહ્યો હતો ત્યારે પૃથ્વી કેવી હતી અને કાળક્રમે તેમાં કેવાં પરિવર્તન આવ્યાં હશે એવી તમને જિજ્ઞાસા જાગે તો તમે એકલા નથી, જેને આવી જિજ્ઞાસા થઈ છે!

તમારી જેમ ઇઆન વેબસ્ટર નામના એક કમ્પ્યૂટર એન્જિનીયરને પણ આવી જિજ્ઞાસા હતી અને તેમાંથી સર્જાઈ એક અનોખી વેબસાઇટ!

આપણે સીધા આ વેબસાઇટમાં જ ખાબકીએ. હવે લગભગ બધી સ્કૂલ્સમાં કમ્પ્યૂટર લેબ આવી ગઈ છે, એટલે શિક્ષકો વિદ્યાર્થીઓને આ વેબસાઇટ બતાવી શકશે એવી આશા રાખીએ. આ અનોખી વેબસાઇટના https://dinosaurpictures.org/ancient-earth/#750 પેજ પર તમે જશો એટલે આખા સ્ક્રીન પર કાળાડિબાંગ અવકાશમાં ઘૂમતો પૃથ્વીનો ગોળો જોવા મળશે અને માઉસથી ગોળાને વધુ ઘુમાવીને જોશો તો સમજાશે કે પૃથ્વી પર અત્યારે ભૂમિ અને પાણીનું જે પ્રમાણ છે તેના કરતાં અહીં તદ્દન જુદું દેખાય છે, કારણ કે અત્યારે તમે ૭૫૦ મિલિયન  એટલે કે ૭૫ કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી જોઈ રહ્યા છો!

પેજ પર જમણી તરફ ઉપર, પૃથ્વી પરનાં વાદળ ગાયબ કરવાની કે વ્યૂ બદલવાની વ્યવસ્થા પણ છે.

પેજ પર ઉપરની બાજુ વચ્ચે એક ડ્રોપડાઉન મેનુ છે, જેની મદદથી પૃથ્વીમાં કાળાંતરે કેવાં પરિવર્તન આવતાં ગયાં તે જોવા માટે આપણે જુદાં જુદાં વર્ષનો ગાળો પસંદ કરી શકીએ છીએ. ૭૫૦ મિલિયન વર્ષથી શરૂ કરીને તમે ધીમે ધીમે ‘હજી હમણાંની’ ૨૦ મિલિયન વર્ષ પહેલાંની સ્થિતિ અને પછી અત્યારની સ્થિતિ પર આવી શકશો.

એક વાર આ રીતે ઝપાટાભેર ક્લિક કરી લો અને પૃથ્વીનું પરિવર્તન જોઈ લો, પણ પછી આ પરિવર્તન બરાબર સમજવું હોય તો દરેક વર્ષના ગાળે અટકી, સ્ક્રીન પર ડાબી તરફ નીચે આપેલી વિગતો પણ તપાસી લો. દરેક તબક્કે, મહાસાગરોમાં અને ભૂમિ પર કેવી રીતે જીવસૃષ્ટિ વિકસતી ગઈ, કોરલ રીફ કેવી રીતે વિકસી, વગેરે મુદ્દાસર જાણવા મળશે, જરૂર પડે વિકિપીડિયાની મદદ લઈને પણ જે તે બાબત વધુ સમજશો તો વધુ મજા પડશે.

આ વાત તો પ્રાચીન પૃથ્વીની થઈ, પણ વેબસાઇટના એડ્રેસમાં તો શરૂઆતમાં https://dinosaurpictures.org/ લખેલું છે, એવું કેમ? એવો સવાલ સ્વાભાવિક રીતે થવો જોઈએ.

જવાબ જાણવા માટે વેબએડ્રેસમાંથી બાકીનું બધું ડિલીટ કરો, અથવા એન્સિયન્ટ અર્થના પેજમાં ઉપર ડાબે આપેલી લિંક પર ક્લિક કરી, મૂળ સાઇટ પર જાઓ. અહીં તમે જોશો કે આ સાઇટનાં મૂળ પણ ઘણાં ઊંડાં છે! આ સાઇટના સર્જકે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડાયનાસોર્સની વિવિધ પ્રજાતિના ઢગલાબંધ ફોટોગ્રાફ એકત્ર કરીને તેમને ગોઠવ્યા છે. અહીં તમે પ્રજાતિ અનુસાર, પૃથ્વીના જે તે ખંડ અનુસાર કે વિવિધ સમયગાળાની રીતે કુલ ૧૩૬૫ ડાઇનોસોર્સ વિશે જાણી શકો છો, તેના વિશેના વિકિપીડિયા પેજ સુધી પહોંચી શકો છો અને મેપ પર, એક સમયે પૃથ્વી પર આ ડાઇનોસોર ક્યાં જોવા મળતાં એ પણ જાણી શકો છો!

IT MxwzLxTMkLku hMk Ãkzu yuðe ðkík...

સરેરાશ વાલી, શિક્ષક કે વિદ્યાર્થી તરીકે આપણને આ વેબસાઇટમાં અલગ રીતે રસ પડી શકે, તેમ જો કમ્પ્યૂટર એન્જિનીયરિંગ કે પ્રોગ્રામિંગ તમારા અભ્યાસનો વિષય હોય તો આ વેબસાઇટમાં જુદી રીતે રસ પડી શકે. તમારા અભ્યાસ દરમિયાન, તમારે વિવિધ કોમ્પિટિશનમાં ભાગ લઈને અવનવા પ્રોગ્રામ્સ કે પ્રોજેક્ટ તૈયાર કરવાના થતા હશે. આ સાઇટના સર્જક ઇઆન વેબસ્ટરે પણ કંઈક એ જ રીતે, આ સાઇટ તૈયાર કરી છે. (ઇઆનના બીજા પ્રોજેક્ટ્સ પણ જોવા-સમજવા જેવા છે). તેની સાથે આ લખનારે ઇ-વાતચીત કરી, તેના અંશો:

‘‘મને પહેલેથી પૃથ્વી પરની પ્રાચીન જીવસૃષ્ટિ વિશે જાણવામાં રસ હતો અને એમાંથી આ સાઇટ બનાવવાનો વિચાર જન્મ્યો. મને ખાસ કરીને ડાયનોસોર વિશે જાણવામાં ખૂબ રસ હતો. મારા મિત્રો અને હું ઘણી વાર મજાકમાં કહેતા કે એવી કોઈ સાઇટ હોવી જોઈએ, જેના પર ડાયનોસોર્સ વિશે માનવજાત જે કંઈ જાણે  છે એ બધી જ માહિતી ઉપલબ્ધ હોય.

હું પોતે કમ્પ્યૂટર સાયન્સમાં બેચલરની ડિગ્રી ધરાવું છું અને અત્યારે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનીયર છું (ગૂગલમાં એમની ભૂમિકા વિશે પૂછતાં ઇઆન કહે છે કે ‘‘સોરી, ગૂગલના કર્મચારીઓને પત્રકારોને કોઈ માહિતી આપવાની મનાઈ છે! એટલું કહી શકું કે મારું કામ મુખ્યત્વે સર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલું છે’’). ગૂગલમાં જોડાતાં પહેલાં મેં એરોસ્પેસ સંબંધિત ડેટા એનાલિસિસ અને વિઝ્યુઅલાઇઝેશનનું કામ કરતી એક કંપની સ્થાપી હતી.

મારા શિક્ષણ અને અનુભવને કામે લગાડીને મેં પોતે ડાયનોસોર વિશે સૌથી વધુ માહિતી ઉપલબ્ધ હોય એવી સાઇટ બનાવી, પણ એ બનાવતી વખતે મને પ્રાચીન ભૌગોલિક સ્થિતિ, ઉત્ક્રાંતિ, લાખો વર્ષ દરમિયાન પૃથ્વી કેવી રીતે બદલાઈ એ બધું જાણવામાં વધુ રસ પડ્યો.

મને અવકાશની કોઈ ઘટનાનું વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવાનો અનુભવ હતો, એવા એક ઇન્ટરફેસનો ઉપયોગ કરીને મેં અત્યારે તમે જે જુઓ છો તે વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કર્યું.

તમને જાણીને નવાઈ લાગાશે, પણ વિજ્ઞાનીઓ પૃથ્વીના ભૂતકાળને બહુ સારી રીતે નક્શા પર ઉતારી શક્યા છે. મેં વિવિધ યુનિવર્સિટી અને મ્યુઝિયમ્સની વેબસાઇટ્સ પરથી માહિતી એકઠી કરી. સમયના દરેક ગાળા માટે ઇન્ટરનેટ પર એગ્રીગેટ થયેલી માહિતી મેં ગૂગલિંગ કરીને મેળવી. બધી માહિતી એકઠી થયા પછી, તેનું કમ્પ્યૂટર પર વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવામાં ખરેખર મજા પડી અને મને ઘણું નવું શીખવા પણ મળ્યું. જો તમને કમ્પ્યૂટરમાં રસ હોય અને તમને થોડું ગૂગલિંગ આવડતું હોય તો ૩-ડી વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવું એ લાગે છે એટલું મુશ્કેલ નથી.

ખાસ કરીને હવે નવી નવી ટેક્નોલોજીથી કામ ઘણું સહેલું થયું છે. આવતાં થોડાં વર્ષોમાં આ ટેક્નોલોજી જેમ વધુ વિકસશે અને વિસ્તરશે તેમ એ શિક્ષણ અને માહિતી સમજવાનું એક જોરદાર અસરકારક સાધન બનશે.’’


Google NewsGoogle News