તમારો ફોન સાયલન્ટ મોડમાં રહે છે ?
- VkufMz
hneLku fk{ fhðwt nkuÞ íkku yk xuð fu¤ððk suðe Au
ખરેખરા વિદ્વાન ડૉ. મનમોહન સિંહ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે એક રમૂજ ખાસ્સી
ચાલતી. આપણે કોઈ પણ પબ્લિક ફંકશનમાં જઇએ ત્યારે તેની શરૂઆતમાં એન્કર ઓડિયન્સને
પોતપોતાના મોબાઇલ મનમોહન સિંહ મોડમાં મૂકી દેવાનૂં સૂચન કરતા! મહત્ત્વના રાજકીય નિર્ણયોમાં પણ મૌન રહેવાની આપણા
ભૂતપૂર્વ વડા પ્રધાનનું આ વલણ ઘણાને ખૂંચતું,
પરંતુ અભ્યાસો કહે છે
કે સતત પોતાના કામમાં ખૂંપેલા અને પોતાનું કામ સારામાં સારી રીતે કરવા માગતા લોકો
મોટા ભાગે પોતે સાયલન્ટ મોડમાં રહેતા હોય છે. એ ઝાઝી હો હા કર્યા વિના, પોતાનું કામ ચૂપચાપ કર્યે રાખવામાં માનતા હોય છે. આવા લોકો સોશિયલ મીડિયામાં
પણ ખાસ પ્રવૃત્ત ન હોય.
હવે નવા અભ્યાસો કહે છે કે આવા લોકો પોતે તો ઠીક, પોતાના ફોનને પણ મોટા ભાગે મનમોહન સિંહ મોડમાં રાખતા હોય છે. તમે પણ એમાંના એક છો?
તો તમારે માટે આ ગૌરવ
લેવા જેવી વાત છે!
મોટા ભાગે આપણે સૌ કોઈ ને કોઈ મીટિંગમાં ભાગ લઈ રહ્યા હોઇએ ત્યારે પોતાનો ફોન
સાયલન્ટ મોડમાં મૂકવાનું યાદ રાખીએ છીએ. મીટિંગ પૂરી થયા પછી એ મોડ ઓફ કરવાનું
મોટા ભાગે ભૂલી જઇએ. પછી એ કારણે કોઈ મહત્ત્વની વ્યક્તિનો ફોન રીસિવ કરવાનું ચૂકી
જઈએ તો એનો મીઠો ઠપકો પણ ખાવો પડે (મહત્ત્વની વ્યક્તિ કોણ? એ કહેવાની જરૂર નથી!).
આ તો મોટા ભાગના લોકોની વાત થઈ. અમુક ખાસ લોકો મીટિંગના સિવાયના સમયમાં પણ
સમજી વિચારીને પોતાનો ફોન સાયલન્ટ મોડમાં રાખવાનું પસંદ કરતા હોય છે. દેખીતું કારણ
એ જ કે તેઓ પોતાના કામ પર પૂરેપૂરું ફોકસ કરવા માગતા હોય છે.
હવેના સમયમાં કોઈ પણ વ્યક્તિ, મહત્ત્વનું કામ ન હોય તો પણ
આપણને ગમે ત્યારે ફોન કરી શકે છે. કંઈ નહીં તો છેવટે આપણને નવું ક્રેડિટ કાર્ડ
આપવા માટે કે કાર ઇન્સ્યોરન્સમાં ડિસ્કાઉન્ટ આપતા કોલ તો આપણને અવારનવાર ખલેલ
પહોંચાડવા માટે રેડી જ હોય છે.
જો ઓફિસ સમય દરમિયાન આપણે આ દરેક કોલના જવાબ આપતા રહીએ અને પરિચિત વ્યક્તિના
કોલ પર પણ કામ સિવાયના ગપાટા હાંકતા રહીએ તો પોતાના કામમાં ક્યારેય ફોકસ કરી શકીએ
નહીં.
ઓફિસ સમય દરમિયાન કામ પર પૂરેપૂરા ફોક્સ્ડ રહેવા માટે ફોન સાયલન્ટ મોડ પર
રાખવાની અને આપણે પોતે બ્રેક લેવા માગતા હોઇએ ત્યારે ફોનમાં કોઈ મહત્ત્વના કોલ
આવ્યા છે કે નહીં તે તપાસવાની આદત કેળવવા જેવી છે. મહત્ત્વના કોલ ચૂકી ન જવાય એ
માટે ફોન ટેબલ પર નજર સામે રાખીએ તો પણ ચાલે. ફક્ત કોલ લેવો કે નહીં તેનો નિર્ણય
આપણો હોવો જોઇએ!