મોબાઈલ યુઝર્સ સાવધાન: સૌથી વધુ રેન્સમવેર એટેકમાં ટોપ-10માં ગુજરાતના બે શહેર, જુઓ ડેટા
India Ransomware Attack Data : દેશમાં દિવસે ને દિવસે મોબાઈલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજીતરફ મોબાઈલ ધારકો પર રેન્સમવેર એટેકે પણ ખતરો વધી રહ્યો છે. તાજેતરમાં દેશના મોબાઈલ યુઝર્સ પર થયેલા રેન્સમવેર એટેક મામલે ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે.
1000 મોબાઈલમાંથી માત્ર 300 એન્ડ્રોઈડ સેફ
ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ દેશમાં રેન્સમવેર એટેકનો ભોગ બનેલા ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત દેશના 1000 મોબાઈલમાંથી માત્ર 300 એન્ડ્રોઈડ ફોન જ સુરક્ષિત હોવાનું તેમજ દર મિનિટે 700થી વધુ સાયબર ગુના થઈ રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ દર મિનિટે થતા 700 ગુનામાંથી 42% ગુના એન્ડ્રોઈડ આધારીત ડિવાઈસથી કરવામાં આવે છે.
માલવેર એટેક મામલે સુરત ટોચ પર
રિપોર્ટ અનુસાર સૌથી વધુ 14.58% માલવેર એટેક ગુજરાત (Gujarat)ના સુરત (Surat)માં મળી આવ્યા હતા. ત્યાર બાદ બેંગ્લોરમાં 11.93%, જયપુરમાં 11.72%, હૈદરાબાદમાં 11.56%, ચેન્નાઈમાં 10.25%, દિલ્હીમાં 9.37%, કોલકાતામાં 9.28%, અમદાવાદમાં 8.19%, મુંબઈમાં 6.79% અને પુણેમાં 6.36% માલવેર મળી આવ્યા હતા. આમ સૌથી વધુ રેન્સમવેર એટેકનો ભોગ બનેલા શહેરોના મોબાઈલ ધારકો તેમજ અન્ડ ડિવાઈસ ધારકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.
એક વર્ષમાં રેન્સમવેર સંબંધીત 10 લાખ કેસ
ગુનાહિત પ્રકારના સૉફ્ટવેર અથવા માલવેર સરળતાથી એન્ડ્રોઈ ડિવાઈસ ધારકને નુકસાન પહોંચાડી શકે છે. દેશમાં ફેક એપ્લિકેશન દ્વારા 32% સાયબર ગુનાઓ થાય છે, જ્યારે ફેક જાહેરાતો એટલે કે એડવેયર દ્વારા 26 ટકા સાયબર ગુના (Cyber Crime)ઓ થાય છે. ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર-2023થી સપ્ટેમ્બર-2024 દરમિયાન થયેલા સાયબર ગુનાઓ પરથી આ ડેટા તૈયાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન રેન્સમવેર સંબંધીત 10 લાખ કેસ સામે આવ્યા છે.
ભારતમાં થતા સાયબર ગુનાઓમાં પાકિસ્તાન-બાંગ્લાદેશની ગેંગનો પણ હાથ
સાયબર અપરાધીઓ રેન્સમવેરનો ઉપયોગ કરીને ડેટા અને કોમ્પ્યુટર હેક કરે છે અને યુઝર્સ પાસેથી નાણાંની માંગ કરતા હોય છે. ભારત (India) માં થતા 23% સાયબર ગુનાઓમાં ઈન્ડોનિશિયા (Indonesia)ના એનાન બ્લૈક ફ્લૈગ નામના ગેંગનો હાથ છે. એટલું જ નહીં ભારતમાં થતાં સાયબર ગુનાઓમાં પાકિસ્તાન (Pakistan))ની ગેંગ ટીમ ઈનસેનનો પણ હાથ છે. આ ઉપરાંત બાંગ્લાદેશ (Bangladesh)થી ભારતમાં 15% સાયબર ગુનાઓ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ અપરાધીઓ ડૉક્યુમેન્ટ ફાઈલ, જાવા સ્ક્રિપ્ટ ફાઈલ, html ફાઈલ, કન્પ્રેસ્ડ ફાઈલ, વિન્ડો શોર્ટકટ ફાઈલ દ્વારા સાયબર એટેક કરવામાં સફળ થયા છે.
આ પણ વાંચો : યુદ્ધના ભણકારા! ચીનના એરક્રાફ્ટ-યુદ્ધ જહાજ આવતા તાઈવાન એલર્ટ, તાત્કાલીક મોકલી સેના