સ્માર્ટફોનના કીબોર્ડમાં ઓટો-કરેક્શન ઓન-ઓફ
- ðkuxTMkyuÃk{kt $Âø÷þ r÷rÃk{kt økwshkíke xkRÃk fhíkkt ÷ku[k Úkíkk ÷køku Au? yuLkku Mknu÷ku WÃkkÞ òýe ÷ku
આપણા સ્માર્ટફોનના કીબોર્ડમાં ઓટો-કરેક્શન નામે એક મજાની સુવિધા છે. આપણે વોટ્સએપમાં, સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશમાં કોઈ પણ લખાણ ટાઇપ કરવાનું
હોય ત્યારે ઓટો-કરેક્શનની આ સુવિધા વરદાનરૂપ બને. કેમ કે તેમાં આપણી સ્પેલિંગની
ભૂલો ફટાફટ સુધરી જાય. પરંતુ જો તમે, ખાસ કરીને વોટ્સએપ જેવી એપમાં
ઇંગ્લિશ લિપિનો ઉપયોગ કરીને ગુજરાતી શબ્દો ટાઇપ કરતા હો ત્યારે આ ફીચર એકદમ
ગૂંચવાઈ જાય. કેમ કે તેને આપણે ટાઇપ કરેલા લગભગ દરેક શબ્દમાં ભૂલ દેખાય! વધુ તકલીફ
ત્યારે થાય જ્યારે આ ફીચર આપણી ભૂલો સુધારવાની કોશિશ કરે. આપણી અને ઓટો-કરેક્શન ફીચર વચ્ચેની ખેંચતાણમાં જબરા લોચા
થવાની પૂરી શક્યતા!
એ જ કારણે જો તમે મોટા ભાગે ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી જ ટાઇપ કરતા હો તો
કીબોર્ડનું ઓટો-કરેક્શન ફીચર ઓફ રાખવું સારું. તમે ફોનમાં પહેલેથી સામેલ કીબોર્ડનો
ઉપયોગ કરતા હો કે પછી ગૂગલની જીબોર્ડ, માઇકોસોફ્ટનુી સ્વિફ્ટકી
કીબોર્ડ જેવી અન્ય કોઈ પણ કીબોર્ડ એપ ઇન્સ્ટોલ કરી હોય તો તેમાં પણ ઓટો-કરેક્શન
ફીચર હોય છે અને તેને ડિસેબલ કરી શકાય છે. એ માટે તમારા ફોનનાં સેટિંગ્સમાં જાઓ.
તેમાં મોટા ભાગે સિસ્ટમ સેકશનમાં કીબોર્ડનાં સેટિંગ્સ મળશે. તમે ડાયરેક્ટ કીબોર્ડ
પણ સર્ચ કરી શકો (વોટ્સએપ જેવી એપમાં આપણે કંઈ ટાઇપ કરવા માટે કીબોર્ડ ઓપન કર્યું
હોય, ત્યારે ત્યાંથી પણ કીબોર્ડના
સેટિંગ્સમાં જઈ શકાય).તેમાં ટેક્સ્ટ કરેક્શન્સ સેકશનમાં આપણા લખાણમાંની ભૂલો
સંબંધિત વિવિધ સેટિંગ્સ જોવા મળશે. અહીં ઓટો-કરેક્શન ફીચર ઓન/ઓફ કરવાની સુવિધા
મળશે.
જો તમે ઓટો-કરેક્શન ફીચર ઓન રાખીને તેના લાભ લેવા ઇચ્છતા હો, પરંતુ તેનાથી થતી ગરબડથી બચવા માગતા હો તો તેનો પણ એક સહેલો ઉપાય છે.
મોટા ભાગે, ઓટો-કરેક્શન ફીચર ઓન/ઓફ
કરવાના ટોગલ પછી તરત, બેકસ્પેસની મદદથી ઓટો-કરેક્શન
અનડુ કરવાનો વિકલ્પ પણ મળશે.
ઓટો-કરેક્શન અને તેને અનડુ કરવાનો આ વિક્લપ, બંને ઓન રાખશો તો લાભમાં રહેશો. ઇંગ્લિશમાં ટાઇપ કરતી વખતે આ ફીચર આપણી ભૂલો
સુધારશે અને ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી ટાઇપ કરતી વખતે આ ફીચર ભૂલો કરે તો આપણે તેને
બેકસ્પેસ કીની મદદથી ફટાફટ સુધારી શકીશું!