એક માણસની વિરાટ છલાંગ !
- Vhe WÃkÞkuøk fhe þfkÞ íkuðe MÃkuMk ÷ku®L[øk rMkMx{ rðõMkkððk{kt økÞk yXðkrzÞu sçkhe MkV¤íkk {¤e
આમાણસ માટે એક નાનું પગલું છે, માનવજાત માટે એક વિશાળ છલાંગ
છે...૫૫ વર્ષ પહેલાં, જુલાઈ ૨૦, ૧૯૬૯ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ કદમ માંડ્યાં ત્યારે આ
વાત કહી હતી. એ જ વાત હવે, થોડી તોડી મરોડીને
સ્પેસએક્સના સ્થાપક ઇલોન મસ્ક માટે કહી શકાય તેમ છે. આખી દુનિયા જેને ભેજાગેપ કે માથાનો ફરેલ માણસ ગણાવે છે એ ઇલોન મસ્ક એક
પછી એક, ટેક્નોલોજીની દૃષ્ટિએ
ક્લ્પનાતીત તુક્કા લડાવે છે, તેને અમલમાં મૂકવા આકાશ-પાતાળ
એક કરે છે અને પછી સફળ પણ થાય છે!
હજારો સેટેલાઇટ્સથી પૃથ્વી પર ઇન્ટરનેટ કનેક્શન કે પછી બે શહેરો વચ્ચે ભૂગર્ભમાં હાઇપરલૂપ જેવી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જેવા તુક્કાની સાથોસાથ ઇલોન મસ્કે ફરી ફરી ઉપયોગ કરી શકાય તેવાં સ્પેસ રોકેટ્સ વિક્સાવવા મથતા હતા. મસ્કનું સ્વપ્ન આવાં રોકેટ્સનો ઉપયોગ કરીને ચંદ્ર કે મંગળ પર માણસ પહોંચાડવાનું છે અને એક તબક્કે, પૃથ્વી પર પ્લેનના વિકલ્પ તરીકે રોકેટનો ઉપયોગ કરવાનું છે! આ દિશામાં લાંબા સમયથી ચાલતા પ્રયાસોને ગયા અઠવાડિયે બહુ મોટી સફળતા મળી અને મસ્કની કંપની અમેરિકન નાસા કે અન્ય કંપનીઓ કરતાં લગભગ દસેક વર્ષ જેટલી આગળ નીકળી ગઈ છે.
Ãkkt[{k
«ÞkMku {¤e Äkhe MkV¤íkk
ગયા અઠવાડિયે અમેરિકાના ટેકસાસ સ્ટેટમાંથી સમગ્ર વિશ્વના અત્યાર સુધીના સૌથી
મોટા અને સૌથી પાવરફુલ રોકેટે અવકાશ તરફ ઉડાન ભરી. આ પ્રકારના રોકેટની આ પાંચમી
ઉડાન હતી. પરંતુ આ વખતે નવી વાત એ હતી કે અવકાશમાં પહોંચ્યા પછી બૂમરેંગની જેમ આ
રોકેટનો એક ભાગ પાછો ફર્યો અને જ્યાંથી તેની ઉડાન શરૂ થઈ હતી, બરાબર એ જ બેઝ પર તે પરત પહોંચ્યો. એ સમયે એ બેઝ પરના વિશાળ લોન્ચિંગ ટાવર
સાથે જોડાયેલા બે યાંત્રિક હાથે આ રોકેટને હવામાં જ ઝીલી લીધું.
આવી સફળતા માનવજગતના સ્પેસ એક્સ્પ્લોરેશન્સમાં અગાઉ ક્યારેય મળી નથી. જોકે
આપણે હજી અડધી જ સિદ્ધિ જાણી. સ્ટારશિપ તરીકે ઓળખાતા આ રોકેટના બે ભાગ હતા. કુલ ૩૯૪ ફૂટ ઊંચા રોકેટમાં નીચલો ભાગ બૂસ્ટર છે. તેની ઊંચાઈ ૨૩૨ ફૂટ છે
(વીસેક માળનું બિલ્ડિંગ ગણી લો). તેની ઉપરના ભાગે, ૧૬૨ ફૂટ ઊંચાઇનું સ્ટારશિપ કે શિપ હતું.
આ બંને ભાગ સાથેનું રોકેટ નિશ્ચિત ઊંચાઇએ પહોંચ્યા પછી બંને ભાગ છૂટા થયા.
નીચેનું બૂસ્ટર લોન્ચ પેડ પર પરત ફર્યું. જ્યારે ઉપરનું શિપ હિન્દ મહાસાગર તરફ આગળ
વધ્યું. આ મિશનનાં બે લક્ષ્ય હતાં - એક, બૂસ્ટરને બેઝ પર ઝીલી લેવું
અને બે, શિપને એ સળગી ન ઉઠે એ રીતે
મહાસાગરમાં નિશ્ચિત સ્થળે ઉતારવું.મૂળ રોકેટથી છૂટા થયા પછી શિપ, ઉડાન ભર્યાની લગભગ ૬૫ મિનિટ પછી હિન્દ મહાસાગરમાં ખાબક્યું. ભવિષ્યમાં આ શિપને
પણ બૂસ્ટરની જેમ કેચ કરવાનું કંપનીનું આયોજન છે.
આ અગાઉની ચારેય ફ્લાઇટમાં સ્ટારશિપને કોઈ ને કોઈ નિષ્ફળતા મળી હતી, જે કંપનીએ પહેલેથી ધારેલી હતી. પાંચમી ફ્લાઇટમાં કંપનીએ જે કંઈ ધાર્યું હતું
બરાબર એ મુજબ બધું સફળ રીતે પાર પડ્યું!
ગયા અઠવાડિયે આ ઘટના લાઇવ જોવી ચૂકી ગયા હો તો યુટ્યૂબમાં અનેક વીડિયો મળશે. દસેક મિનિટનો વીડિયો જોવા માટે સર્ચ કરો Blastoff! SpaceX Starship launches on 5th flight, nails 'chopsticks' booster catch!
yk MkV¤íkk
fu{ çknw {n¥ðLke Au?
ફક્ત આ એક સફળતાથી સ્પેસ ટ્રાવેલની હરીફાઈમાં સ્પેસએક્સ કંપની આ જ ક્ષેત્રમાં
કામ કરતી નાસા તથા અન્ય સંસ્થાઓની સરખામણીમાં લગભગ ૧૦ વર્ષ જેટલી આગળ નીકળી ગઈ
હોવાનો અંદાજ છે.
અત્યાર સુધી સેટેલાઇટના લોન્ચિંગ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી હ્યુમન
એસ્ટ્રોનોટ્સને પહોંચાડવા માટે જે રોકેટનો ઉપયોગ થતો આવ્યો છે તે તેની પહેલી ઉડાન
ભર્યા પછી પૃથ્વી પર પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવી નાશ પામે છે.
આવાં રોકેટનો બૂસ્ટર ભાગ દર વખતે નવેસરથી તૈયાર કરવાનો જંગી ખર્ચ ટાળવા
સ્પેસએક્સ કંપનીએ ૨૦૧૧થી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવાં રોકેટ ડેવલપ કરવા પર ફોકસ
કર્યું. હમણાંની સિદ્ધિ પહેલાં કંપનીને આમાં આંશિક સફળતા પણ મળી હતી. એ સમયે
કંપનીએ રોકેટના બૂસ્ટર અને શિપ છૂટાં પડે એ પછી બૂસ્ટર પૃથ્વી પર પાછું ફરે અને
વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી પણ સળગી ન ઊઠે એવી ગોઠવણ કરી.
આવું બૂસ્ટર પૃથ્વી પર પરત ફરે ત્યારે મહાસાગરમાં કોઈ નિશ્ચિત સ્થળ પર પહેલેથી તૈયાર, તરતા, માનવરહિત પ્લેટફોર્મ પર તે ઉતરાણ કરે તેવી પણ ગોઠવણ કરવામાં આવી. ઉતરાણ વખતે બૂસ્ટર લેન્ડ થતા એરોપ્લેનની જેમ ત્રાંસું નહીં પણ હેલિકોપ્ટરની જેમ બરાબર ઊભી સ્થિતિમાં સીધેસીધું નીચે ઉતરે છે. પ્લેટફોર્મની નજીક પહોંચતાં તેની નીચેના ત્રણ પાયા ખુલી જાય અને તેના ટેકા પર બૂસ્ટર લેન્ડ થાય. આ પછી તેને કાંઠા પર લાવવામાં આવે. જોકે આ માટેના અગાઉના પ્રયોગોમાં લેન્ડિંગ સમયે બૂસ્ટર ત્રાસું નીચે પડતાં ત્રણમાંથી એક પાયો તૂટતાં બૂસ્ટર અને પ્લેટફોર્મ બધું ધડાકાભેર સળગી ઊઠ્યું હતું. ત્યાર પછીના પ્રયોગમાં તેના સલામત લેન્ડિંગમાં સફળતા મળી.
ykðk
hkufuxÚke Ãk]Úðe Ãkh ÷kufkuLke {wMkkVhe {kxu Ã÷uLkLkku rðfÕÃk ykÃkðkLkwt MðÃLk
હમણાં મળેલી સફળતા પહેલાં, સ્પેસએક્સ કંપનીને રોકેટના
બૂસ્ટર ભાગને સલામત રીતે મહાસાગરમાં લેન્ડ કરવાથી
સંતોષ નહોતો.
આથી કંપનીએ બૂસ્ટરને પૃથ્વી પર પરત લાવીને સીધેસીધું મૂળ બેઝ પર પહોંચાડવા પર
ફોકસ કર્યું. આ વખતની ફ્લાઇટમાં જોખમ એ હતું કે બૂસ્ટર લોન્ચ પેડ પર પરત ફરે ત્યારે
પેલા ટાવરના યાંત્રિક હાથ (તેને નામ અપાયું છે ચોટસ્ટિક્સ!) તેને સમયસર ઝીલી ન શકે તો
બૂસ્ટર નીચે ફસડાઈ પડે. તો બૂસ્ટર પોતે અને ટાવર સહિત આખેઆખો બેઝ ભસ્મીભૂત થાય.
જોકે એવું બન્યું નહીં. બૂસ્ટર સલામત રીતે ઝીલી શકાયું.
સ્પેસએક્સ કંપની બૂસ્ટરને બેઝ પર પરત ઝીલી લેવા માટે કેમ આતૂર હતી એ પણ સમજવા
જેવું છે.
આપણે ઉપર જોયું તેમ બૂસ્ટરને મહાસાગરમાં ઉતારવામાં આવે, ત્યાંથી તેને કાંઠા પર લાવવામાં આવે અને ફરી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે એ
આખી પ્રક્રિયામાં ઘણા દિવસો નીકળી જતા હતા.
જો બૂસ્ટરને સીધેસીધું લોન્ચ પેડ પર પરત લાવી શકાય તો પછીના એકાદ કલાકમાં જ
તેના પર, પહેલેથી તૈયાર નવું શિપ
ગોઠવીને તેને નવી ફ્લાઇટ માટે તૈયાર કરી શકાય એવી શક્યતા છે!
સ્પેસએક્સ કંપની સેટેલાઇટની મદદથી પૃથ્વી પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટેના
તેના સ્ટારલિંક પ્રોજેક્ટ માટે હજારોની સંખ્યામાં સેટેલાઇટ અવકાશમાં તરતા મૂકી રહી
છે. આવા સેટેલાઇટ લોન્ચ કરવા માટે સ્પેસએક્સ કંપની પહેલી ફ્લાઇટ પછી ધડાધડ બીજી
ફ્લાઇટ લોન્ચ કરી શકાય તેવાં રોકેટ ડેવલપ કરવા મથી રહી છે.
એ ઉપરાંત ઇલોન મસ્કનું વિઝન માણસને ચંદ્ર અને છેક મંગળ સુધી પહોંચાડવા માટે આ
જ પ્રકારના, રીયૂઝ કરી શકાય તેવા
સ્પેસશિપનો ઉપયોગ કરવાનું છે. મંગળ કે ચંદ્ર પર શિપને ઝીલવા માટે ટાવર ન હોય, એટલે ત્યાં તેને ત્રણ પાયા પર લેન્ડ કરાવવાનું આયોજન છે. તેની સાથોસાથ, શિપને પણ બૂસ્ટરની જેમ ચોપસ્ટિક્સથી ઝીલી લેવાની તૈયારી થઈ રહી છે.
કેમ? કેમ મસ્કનું સ્વપ્ન જુદું જ
છે. તેઓ હાલનાં પ્લેનને બદલે રોકેટનો ઉપયોગ કરવાનું સ્વપ્ન જુએ છે!
પૃથ્વી પર અમેરિકાથી ચીનના કોઈ શહેર જેવા બહુ લાંબા અંતરે રહેલાં સ્થળો સુધી
ગણતરીના કલાકોમાં જીવતા જાગતા માણસોની હેરફેર કરવા માટે પણ ભવિષ્યમાં આવા રોકેટનો
ઉપયોગ કરવાની તેમની નેમ અને તૈયારી છે.
એવી ફ્લાઇટમાં આખું રોકેટ નિશ્ચિત ઊંચાઈએ પહોંચીને માણસો સાથેના શિપને ગોફણની
જેમ ચોક્કસ લોકેશન તરફ ફંગોળશે. એ સમયે બૂસ્ટર નવી ફ્લાઇટ માટે તૈયાર થવા લોન્ચ
પેડ તરફ પાછું ફરશે અને માણસો સાથેનું શિપ પેલા નિશ્ચિત લોકેશન પર પહોંચશે.
ત્યાં પણ લોન્ચ પેડની જેમ ટાવર ઊભો કરવામાં આવ્યો હશે. શિપ આ ટાવરની નજીક
પહોંચશે પછી હાલમાં જે રીતે બૂસ્ટર ઝીલાયું એ જ રીતે, માણસો સાથેના શિપને હવામાં ઝીલી લેવામાં આવશે.
નવી રીતે મુસાફરી કરવા તૈયાર રહેજો!