Get The App

શહેરમાં મોર્નિંગ વોકીંગ કરનારાઓમાં યુવાનો અને ગૃહિણીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
શહેરમાં મોર્નિંગ વોકીંગ કરનારાઓમાં યુવાનો અને ગૃહિણીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો 1 - image


- સ્વાસ્થ્યવર્ધક ખાણી-પીણીના વેચાણ કેન્દ્રોમાં ગ્રાહકોની ભીડ

- વિવિધ જોગર્સ પાર્ક, વિક્ટોરીયા પાર્ક, બાગ-બગીચાઓ અને જીમમાં આરોગ્યલક્ષી પ્રવૃતિઓનો ધમધમાટ વધ્યો

ભાવનગર : આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુના પ્રારંભથી ભાવનગર શહેરના જોગર્સપાર્ક,બાગ બગીચાઓ તેમજ જીમ આરોગ્યપ્રેમીઓની અવર-જવરથી સતત ધમધમતા દ્રશ્યમાન થાય છે. ગત વર્ષોની તુલનામાં હવે હેલ્થ પ્રત્યે અવેરનેસ વધતા વોકીંગ કરનારાઓમાં યુવાનો અને ગૃહિણીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો જણાઈ રહ્યો છે. 

ભાવનગર શહેરના આતાભાઈ રોડ, સુભાષનગર, યુનિવર્સિટી ગેટ નજીકના જોગર્સ પાર્ક, વિકટોરીયા પાર્ક,બાગ,બગીચાઓ, સર્કલો, જીમ, ક્રિંડાંગણ, શાળા,કોલેજના ગ્રાઉન્ડમાં દરરોજ વહેલી સવારથી જ આરોગ્યપ્રેમીઓ નીયમીતપણે વોકીંગ,યોગાસન, પ્રાણાયામ, રમત-ગમત સહિતની આરોગ્યવર્ધક પ્રવૃતિઓમાં મગ્ન થઈ જાય છે. ફિટનેશ પ્રત્યે અગાઉના વર્ષો કરતા શહેરીજનો હવે વધુ એલર્ટ થયા હોય ઉપરોકત તમામ સ્થળોએ દરરોજ સવારે અને સાંજે નીત્યક્રમ મુજબ સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યામાં ક્રમશ વધારો થતો જણાઈ રહ્યો  છે.તેમાં પણ હવે તો સિનીયર સિટીઝન્સ જ નહિ બલકે યુવાનો તેમજ ગૃહિણીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.કોલેજીયનોમાં અને યુવાનોમાં જીમમાં જવાનો ભારે ક્રેઝ વધી રહ્યો હોય અગાઉના વર્ષોની તુલનામાં ભાવનગર શહેરમાં હવે વાઘાવાડી રોડ, સરદારનગર, સંસ્કાર મંડળ, ઘોઘાસર્કલ, શિવાજી સર્કલ સહિતના અનેક ગીચ રહેણાંકીય વિસ્તારોમાં પણ ખાનગી જીમો વહેલી સવારથી લઈને આખો દિવસ અવિરતપણે ધમધમી રહ્યા છે.  મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યા વધતા શહેરના જોગર્સ પાર્ક તેમજ સાર્વજનિક સ્થળોએ અલગ-અલગ લીલા શાકભાજી, ફ્રુટ,ફળના રસ, નીરો, ફણગાવેલા મગ, મગના પાણી,  શકિતનો રાજા સાનીના વેચાણ કેન્દ્રોમાં પણ સારી એવી ઘરાગી જોવા મળી રહેલ  છે. મોડી સાંજે આરોગ્યપ્રેમીઓ પરિવારજનો સાથે સાર્વજનિક સ્થળોએ ગરમ ખજુરના દૂધનો ટેસ્ટ કરવા ઉમટી રહ્યા છે. આ સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ જ્ઞાાતિ,  સમાજની વાડીઓ, બોર્ડિંગ, છાત્રાલય, ફાર્મહાઉસમાં નીયમીતપણે ભાઈઓ તથા બહેનોના ફ્રી યોગાસન અને પ્રાણાયામના તાલીમ વર્ગની સંખ્યામાં પણ તબકકાવાર વધારો થઈ રહ્યો છે. 

મોર્નિંગ વોકના સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ

શિયાળામાં વહેલી પરોઢે ચાલવાથી, દોડવાથી શરીરના સ્નાયુઓને કસરત થતા રકતાભિસરણના દોષો દૂર થાય છે જેથી સ્નાયુઓને નવુ જોમ મળતુ હોય છે. એટલુ જ નહિ મોર્નિંગ વોકીંગથી આખો દિવસ તાજગીમય જણાય છે.વહેલી સવારે દોડવાથી પાચનશકિત પણ સતેજ થાય છે તેમજ જુવાની ટકાવી શકાય છે તેમજ વૃધ્ધાવસ્થામાં અંગ જકડાઈ જવાની તકલીફ રહેતી નથી. નિયમીત જોગીંગથી શરીર વધુ મજબુત થતુ હોય બ્લડપ્રેશરની તકલીફવાળા કે હૃદયની બીમારીથી દૂર રહેવા તેમજ સ્થુળ કાયા ધરાવતા ભાઈઓ તથા બહેનો શરીરની વધારાની ચરબી ઉતારવા માટે પરોઢીયે ચાલવા નિકળી પડતા જોવા મળી રહ્યા છે. 


Google NewsGoogle News