Get The App

શહેરમાં મોર્નિંગ વોકીંગ કરનારાઓમાં યુવાનો અને ગૃહિણીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
શહેરમાં મોર્નિંગ વોકીંગ કરનારાઓમાં યુવાનો અને ગૃહિણીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો 1 - image


- આરોગ્યવર્ધક ખાણી-પીણીના વેચાણ કેન્દ્રોમાં ગ્રાહકોની ભારે ભીડ

- જોગર્સ પાર્ક, વિકટોરીયા પાર્ક, બાગ-બગીચાઓ તેમજ જીમમાં આરોગ્યલક્ષી પ્રવૃતિઓનો ધમધમાટ વધ્યો

ભાવનગર : આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુના પ્રારંભની સાથે જ શહેરના જોગર્સ પાર્ક, વિકટોરીયાપાર્ક, બાગ બગીચાઓ તેમજ જીમમાં  આરોગ્યપ્રેમીઓની અવિરતપણે અવર-જવરથી સતત ધમધમતા દ્રશ્યમાન થાય છે. ગત વર્ષની તુલનામાં હવે આરોગ્ય પ્રત્યે અવેરનેસ વધતા વોકીંગ કરનારાઓમાં યુવાનો તેમજ ગૃહિણીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો જણાઈ રહ્યો છે. 

ભાવનગર શહેરના આતાભાઈ રોડ, સુભાષનગર, એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના ગેટ નજીકના જોગર્સ પાર્ક, વિકટોરીયા પાર્ક, બાગ બગીચાઓ, સર્કલ, જીમ, ક્રિડાંગણ, શાળા કોલેજના ગ્રાઉન્ડમાં દરરોજ વહેલી સવારથી જ આરોગ્યપ્રેમીઓ નિયમીતપણે વોકીં

ગ, યોગાસન, પ્રાણાયામ તેમજ રમત-ગમત સહિતની આરોગ્યવર્ધક પ્રવૃતિઓમાં મગ્ન બની જાય છે. ફિટનેસ પ્રત્યે અગાઉના વર્ષ કરતા લોકો હવે વધુ જાગૃત થયા હોય ઉપરોકત તમામ સ્થળોએ સવારે અને સાંજે આરોગ્યપ્રેમીઓની સંખ્યા ક્રમશ વધતી જતી જણાય છે. તેમાં પણ હવે સિનીયર સિટીઝન્સ જ નહિ બલકે યુવાનો તેમજ ગૃહિણીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોમાં હવે મિત્રો તેમજ સહકર્મીઓની સાથે જીમમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં ભાવનગર શહેરમાં હવે વાઘાવાડી રોડ, સરદારનગર, ઘોઘાસર્કલ, શિવાજી સર્કલ સહિતના અનેક ગીચ રહેણાંકીય વિસ્તારોમાં ખાનગી જીમો ધમધમી રહ્યા છે. મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યા વધતા શહેરના જોગર્સ પાર્ક, આતાભાઈ રોડ, પાણીની ટાંકી, વિકટોરીયા પાર્ક, ગઢેચી વડલા અને ઘોઘાસર્કલ સહિતના સાર્વજનિક સ્થળોએ અલગ અલગ લીલા શાકભાજી, ફળ ફ્રુટન રસ, નીરો, ફણગાવેલા મગ, મગના પાણી તેમજ શકિતનો રાજા સાનીના વેચાણ કેન્દ્રોમાં પણ સારી એવી ઘરાગી જોવા મળે છે. મોડી સાંજથી આરોગ્યપ્રેમીઓ પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે ગરમ ખજુરના દૂધનો ટેસ્ટ કરવા ઉમટી રહ્યા છે. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જ્ઞાતિ, સમાજની વાડીઓ, બોર્ડિંગ, છાત્રાલય તેમજ ફાર્મહાઉસમાં નીયમીતપણે ભાઈઓ તથા બહેનોના ફ્રી યોગાસન અને પ્રાણાયામના તાલીમવર્ગની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. 

મોર્નિંગ વોકના અઢળક ફાયદાઓ

શિયાળામાં વહેલી પરોઢે ચાલવાથી, દોડવાથી શરીરના સ્નાયુઓને કસરત થતા રકતાભિસરણના દોષો દૂર થાય છે. જેથી સ્નાયુઓને નવુ જોમ મળતુ હોય છે. એટલુ જ નહિ, મોર્નિંગ વોકીંગથી આખો દિવસ તાજગીમય જણાય છે. નીયમીત જોગીંગથી શરીર વધુ મજબુત થતુ હોય બ્લડ પ્રેશરની તકલીફવાળા કે હૃદયની બીમારીથી દૂર રહેવા માટે તેમજ સ્થુળ કાયા ધરાવતા ભાઈઓ તથા બહેનો શરીરની વધારાની ચરબી ઉતારવા માટે પરોઢીયે ચાલવા નિકળી પડતા હોય છે. વહેલી સવારે દોડવાથી પાચનશકિત પણ સતેજ થાય છે તેમજ જુવાની ટકાવી શકાય છે તેમજ વૃધ્ધાવસ્થામાં અંગો જકડાઈ જવાની તકલીફ રહેતી નથી.


Google NewsGoogle News