વાચકની કલમ .
બુંદ
બુંદ બનવાથી ગભરાતો હતો
પણ આજ એક સમંદર બન્યો છું
લોકો આવે છે જાય છે, પણ
હું મારી મસ્તીમાં જ રમું છું
ઘણા દૂરથી જોઈ લે છે
તો કોઈ કિનારા સુધી આવે છે
કોઈ પથ્થર ફેંકી દે છે
તો ઘણા મોતી શોધી લાવે છે
કોઈ તેમના આંશુ
મારામાં સમાવે છે
તો કોઈ મારી મોજની
મસ્તીની જેમ આવે છે
બધા પોત-પોતાનો ખેલ ખેલીને
ચાલ્યા જાય છે
કોઈ પળમાં તો કોઈ વર્ષો
બાદ છોડી જાય છે
પણ કોઈ આવે છે વરસાદની
બુંદની જેમ
જે મને મળીને
ખુદ ખોવાઈ જાય છે
પછી એ એ નથી રહેતા અને
હું હું નથી રહેતો
અમે કંઈક નવું જ પામીએ છીએ
ત્યારે એક એક બુંદ સમુંદર બને છે
અને દરેક સમંદર એક બુંદ બની જાય છે
પ્રો. રોમાંચ ઉપાધ્યાય (રાજકોટ)
દહેજ
દહેજ આપીને દીકરીને
દુ:ખના દરિયે
ડુબાડશો ના
દીકરી પારકી
થાપણ ભલે છે
ખોટે ખોરડે નાખશો ના
દીકરી તો માતાના
વહાલનો દરિયો
પિતાના કાળજાનો કટકો છે
ઉછેરી વહાલય
છાયડી ધરીને
પિતાની ગોદનો લહકો છે
જનમ આપીને જતન કીધું
મનડું તેનું દુભવશો ના
જમાઈ રાજા એવો ખોળજો
દહેજની જેને
લાલચ હોય ના
વહાલેરી દીકરી
ખોરડા ઉજારે
સાસર-માવતર બેઉના
'ચંદ્ર' સાસરવાસે
પારકી જણ ગણીને
મેણાં ટોણાં મારશો ના
કે. ડી. અમીન 'ચંદ્ર' (અમદાવાદ)
તું આવ તો...
તું આવ તો ઇન્કાર નથી
ન આવે તો ફરિયાદ નથી
આ તો પ્રેમની મહેફીલ છે
અને વિતેલા દિવસોની યાદ
તું આવ તો તારી
મોજથી આવજે
કંઈ વેલકમ કરવા નહીં આવું
પરંતુ હૃદયના દ્વારથી તને
જેવી છો તેવી સ્વીકારી લઈશ
તું આવશે તો જરૂર ગમશે
અને નહીં આવ તો
યાદ જરૂરથી આવશે
આ તો પ્રેમની મહેફીલ છે
ને વિતેલા દિવસોની યાદ છે
તું આવ તો જરૂર ગમશે મને
ન આવે તો ફરિયાદ નથી
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
દૂર છે તેથી
તુજ આનાકાની
કરે છે બાકી
તારી યાદો તો
મનમાની કરે છે
તુ હવે તો ખૂબ દૂર છે પણ
તારી યાદમાં તડપવું તરસવું
પણ કંઈ ના કહી શકવું
એવું જેમ કે
કોલસાએ ચૂપચાપ સળગવું
તું હવે ખૂબ દૂર છે તેથી
'મીત' (સુરત)
ચાલને ઘડી
ચાલને ઘડી બે ઘડી બેસી જઈએ
નિરાંતે ગુટર ગુ કરી લઈએ
થાક તો લાગ્યો છે દુનિયાભરનો
તો ઘડીક વિસામો કરી લઈએ
સફેદ રણમાં દીઠયાં મેં ઝાંઝવાનાં નીર
જરા ચાંચમાં પાણી ભરી લઈએ
આકાશે આવી મેઘલી વાદલડી
જરા અમથું વરસી જઈએ
લાગે છે સૂકી સંવેદનાઓનો આ મજલો
એકાદ પગથી ભીની કરી લઈએ
મૂડ તો આવ્યો છે 'શીવા'
તારી સહમતનો
ભવોભવનો નાતો બાંધી લઈએ
પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
જિંદગી સોશિયલ મીડિયાની
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં
અટવાઈ ગઈ છે
રિલ્સ જોઈને અમથે અમથી
હરખાઈ રહી છે
ગુગલ ગુરુ પર ઝીણું-ઝીણું
સર્ચ કરીને
જાણીતા એ સંબંધોથી દૂર ક્યાંક
ખોવાઈ ગઈ છે
ટ્વીટર ઉપર ટ્વિટ કરીને
આખી દુનિયાની વાતો
નજીકના એ માણસોથી દૂર
ઘણી ધકેલાઈ રહી છે
નથી સમય અહીં કોઈ પાસે
સામે પણ જોવાનો
નજર બધાની એવી મોબાઈલ
સ્ક્રીન પર ખુંચાઈ ગઈ છે
વાસ્તવિકતામાં મુલ્ય ઘટયા છે
સંબંધોને સાચવવાના ને
સોશિયલ મીડિયા લાઈફ અને
કોમેન્ટથી છલકાઈ રહી છે
વર્તમાનની જિંદગીની આજ તો
વાસ્તવિકતા છે 'તેજ'
ઇન્ટરનેટની માયાજાળમાં
આખી દુનિયા ફસાઈ રહી છે
તેજલ મૌર્ય 'તેજ' (અમદાવાદ)
સાથી- ન કોઈ મંઝીલ
ઉલ્ફનને લઈને દર દર ભટકતો રહ્યો
ઉરમાં કોઈ ના અહીં ઉતારો ન મળ્યો
જે સર્યા એ ગાલો પર વહેતા રહ્યા
અશ્રુને કોઈ હાથ પોછનારો ન મળ્યો
આહોની કોઈને અસર થતી નથી
પીગળતા જિગરનો
કોઈ સહારો ન મળ્યો
ઇન્તજારથી અહીં નમી જાય છે પાપણો
આગમનનો કોઈ ભણકારો ન મળ્યો
દરદ-એ-દિલની દાસ્તાન
કહેવી પણ કોને
ધ્યાન દઈને કોઈ સાંભળનારો ન મળ્યો
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)