Get The App

Explainer: 43 કરોડ આપો અને અમેરિકાના નાગરિક બનો, 'ગોલ્ડ કાર્ડ'થી ભારતીયોને ફાયદો કે નુકસાન?

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
Explainer: 43 કરોડ આપો અને અમેરિકાના નાગરિક બનો, 'ગોલ્ડ કાર્ડ'થી ભારતીયોને ફાયદો કે નુકસાન? 1 - image


What Is Gold Card For : વિઝા ફોર ઇન્વેસ્ટર્સ નામક 35 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરી પ્રમુખ ટ્રમ્પે નવો નિયમ જ દાખલ કર્યો છે. જે પ્રમાણે જે વિદેશીઓ 50 લાખ ડૉલર્સનું રોકાણ કરી શકે તેઓને જ વસાહત માટે અનુમતિ (પરવાનગી) આપવામાં આવશે. તે માટેનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં રોકાણો કરી રોજગારીની તકો વધારી શકે તેમ છે. ટ્રમ્પે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ વસાહતી કાર્યક્રમ કાયદેસરનો છે અને તે બે એક સપ્તાહમાં જ અમલી બનશે. તેટલું જ નહીં. પરંતુ, જો રશિયાના શ્રીમંત શાહો પણ અમેરિકામાં રોકાણ કરવા માગશે તો તેઓને પણ ગોલ્ડ કાર્ડ અપાશે. આ બધા શ્રીમંતો છે, તેઓ સફળ થઇ શકે તેમ છે. તેઓ પુષ્કળ પૈસા વાપરશે. (મૂડી રોકાણ કરશે) અને ઘણો બધો ટેક્ષ પણ આપશે, ઘણા બધા લોકોને રોજગારી આપશે. અને લાગે છે કે આ યોજના ઘણી જ સફળ થશે.

ઓવર ઓફીસમાં પત્રકારોને સંબોધતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રમાણે કહ્યું હતું. વાણિજ્ય સચીવ હાવર્ડ લ્યુતનિકે વધુમાં કહ્યું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ ઇબી-૫ વિઝાને દૂર કરી તેનું સ્થાન લેશે. આ પૂર્વે કોંગ્રેસે 1990માં ઇ.બી. 5 વિઝા ઘડયા હતા. તેમાં જે વિદેશી રોકાણકારો 10 લાખ ડોલર જ રોકે અને 10 લોકોને જ રોજગારી ચાલે તેઓને તે વીસા આપવામાં આવવાનું પ્રાવધાન હતું. પરંતુ હવે તેને બદલે 50 લાખ ડોલર્સનાં રોકાણની સીમા રેખા રચાઈ છે.

લુટનિકે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગોલ્ડ કાર્ડ તે વાસ્તવમાં ગ્રીન કાર્ડ કાયમી રહેણાક માટેની પરવાનગી દર્શાવે છે પરંતુ હવે તે માટે રોકાણ મર્યાદા વધારવામાં આવી છે. તેનો હેતુ ફ્રોડ (છેતરપિંડી) અને નોનસેન્સ (નિરર્થકતા) દૂર કરવાના છે. આ બધુ ઇ.બી-૫ કાર્યક્રમ દરમિયાન થયું હતું. પરંતુ હવે તે નહીં થઇ શકે. લુટનિકે આગળ જણાવ્યું કે, ગોલ્ડ કાર્ડ વાસ્તવમાં ગ્રીન કાર્ડ જેવું જ છે. તે (અમેરિકાની) નાગરિકતા માટેનો માર્ગ છે.

હોમલેન્ડ સિક્યુરીટી ડીપાર્ટમેન્ટની ઇમીગ્રેશન સ્ટેટિસ્ટિક્સ વિષેની તાજેતરની યર બૂકમાં જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર 30, 2022 માં પૂરા થતાં 12 મહીનાના સમયમાં 8000 વિદેશીઓએ ઇન્વેસ્ટર્સ વિઝા મેળવ્યા છે.

ધી કોંગ્રેસનલ રીસર્ચ સર્વિસે જણાવ્યું હતું કે ઇબી-5 વિઝાને લીધે ગોલ-માલ અને છેતરપિંડી થવાની શક્યતા રહેલી છે. વળી તે નાણાં કાયદેસર પ્રાપ્ત કરાયાં છે કે કેમ ? તે જાણી પણ શકાતું નથી.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ઇન્વેસ્ટર્સ વિઝા સહજ છે. આર્થિક સલાહકાર કંપની હેન્લી એન્ડ પાર્ટનર્સ જણાવે છે કે દુનિયાના સોએક જેટલા દેશો અતિશ્રીમંત વ્યક્તિઓને ગોલ્ડન વિઝા જેવા વિઝા આપે છે. તેમાં યુકે. ગ્રીસ, માલ્ટા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇટાલી પણ સમાવિષ્ટ છે.

આ નવા વિઝા સાથે ટ્રમ્પે કેટલી રોજગારી ઉભી કરવી પડે તેવી કોઈ સ્પષ્ટતા કરી નથી. જ્યારે ઇબી-૫ વિઝામાં તેની સંખ્યા જણાવાઈ હતી. ટ્રમ્પ વિચારે છે કે આમાં 1 કરોડ ગોલ્ડ કાર્ડથી (અંદાજપત્રની) ખાદ્ય ઘટાડી શકાશે... તેથી દુનિયામાંથી કંપનીઓ આવશે અને લાંબા સમય સુધી અમેરિકામાં સ્થિર રહેશે. (કારણ કે ઘણું મોટું રોકાણ કર્યું હોય). આ સાથે ટ્રમ્પે તેમ પણ કહ્યું કે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર હોવાથી કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી.


Google NewsGoogle News