For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાણીની અછત બેંકોની NPAની સમસ્યા વધારી શકે: વર્લ્ડ વાઇલ્ડ ફંડ

- બેંકોએ 40 ટકા લોન પાણી આધારિત સેક્ટરને આપી છે

- પાણી પર આધારિત સેક્ટરને આપેલી લોન ભરપાઇ થવામાં મુશ્કેલી પડી શકે છે

Updated: Jan 23rd, 2019


નવી દિલ્હી, તા. ૨૩

પાણીની સમસ્યા બેંકોની એનપીએ વધારી શકે છે. પાણીની અછતને કારણે તેના પર આધારિત સેક્ટરને આપેલી લોન ભરપાઇ થવામાં મુશ્કેલી પડી શકે છે. ઘણી બેંકોએ એવા સેકટર્સની કંપનીઓને લોન આપી છે જે પાણી પર આધારિત છે. આ વાત તાજેતરના એક અહેવાલમાં જણાવવામાં આવી છે. 

એનપીએમાં વૃદ્ધિને કારણે બેન્કિંગ સેક્ટર દબાણ હેઠળ છે. આ દરમિયાન વન્ય જીવોના સંરક્ષણ પર કાર્ય કરનાર વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ(ડબ્લ્યુડબ્લ્યુએફ)એ બુધવારે જારી પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જળ સંક્ટ બેંકોની બેલેન્સ શીટમાં તરલતા ઘટાડી શકે છે. 

ઇન્ડિયન બેંક એસોસિએશન(આઇબીએ)ના સહકારથી જારી ડબ્લ્યુડબ્લ્યુેફ ઇન્ડિયાના અહેવાલ 'હિડન રિસ્ક્સ એન્ડ અનટ્રેપ્ડ ઓપોરચ્યુનિટિસ ઃ વોટર એન્ડ ધ ઇન્ડિયન બેંકિંગ સેક્ટર'માં જણાવવામાં આવ્યું છે કે કઇ રીતે જળ સંકટથી બેંકો માટે જોખમ ઉભું થઇ શકે છે. 

જળ સંક્ટને કારણે વીજળી અને કૃષિ સેક્ટરની સંપત્તિઓ કઇ રીતે બેકાર પડી રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બંને સેક્ટરમાં ભારતીય બેંકોએ સૌથી વધુ લોન આપી છે.

રિપોર્ટ અનુસાર ભારતીય બેંકોએ આપેલી કુલ લોન પૈકી ૪૦ ટકા લોન એવા સેક્ટરને આપી છે જેમાં પાણીનું જોખમ રહેલું છે. 

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય બેંકોએ આપેલી કુલ લોન પૈકી ૧૦ ટકા લોન અગાઉથી જ એનપીએ બની ચૂકી છે. બેેંકો સામે લોન લઇને તેને ભરપાઇ ન કરનારાઓનું જોખમ રહેલું છે. આ સમસ્યાઓને કારણે બેંકોને તરલતાનો સામનો કરવો પડશે. બીજી તરફ દેશમાં પાણીની અછત ગંભીર સ્તરે પહોંચી ગઇ છે. 

Gujarat