Get The App

યુપીના બે ગઠિયાએ 500 રૂપિયાની નકલી નોટો બનાવી, રીત જોઈને પોલીસ પણ ચોંકી, બેની ધરપકડ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
યુપીના બે ગઠિયાએ 500 રૂપિયાની નકલી નોટો બનાવી, રીત જોઈને પોલીસ પણ ચોંકી, બેની ધરપકડ 1 - image


Image: Freepik

Fake Currency Case in UP: ઉત્તર પ્રદેશના સોનભદ્રથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં અમુક ફ્રોડ લોકો યુટ્યૂબ પર વીડિયો જોઈને નકલી નોટ છાપવાની રીત શીખી રહ્યાં હતાં. આ લોકો અસલી નોટ જેવી બતાવવા માટે 10 રૂપિયાના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરી રહ્યાં હતાં. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 500-500 રૂપિયાની લગભગ 10,000 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે. નોટ છાપવામાં ઉપયોગ થનાર પ્રિન્ટર, લેપટોપ અને અન્ય સાધન પણ જપ્ત કરવામાં આવ્યા છે. 

પોલીસને બાતમીદારથી માહિતી મળી હતી કે નકલી નોટનો ધંધો કરનાર અમુક લોકો રામગઢ બજાર વિસ્તારમાં છે. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા અને ઘટના સ્થળેથી બે લોકોની ધરપકડ કરી લીધી.

પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રમોદ મિશ્રા અને સતીશ રાય તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે આ આરોપીઓએ યુ-ટ્યૂબથી નકલી નોટ બનાવવાની રીત શીખી. પોલીસનો દાવો છે કે અત્યાર સુધી આ આરોપીઓએ લગભગ 30,000 રૂપિયાની નકલી નોટ બજારમાં ફરતી કરી દીધી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો 'એક રહેંગે તો સેફ રહેંગે'નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

અસલી નોટ જેવી બતાવવા માટે સ્ટેમ્પ પેપરનો ઉપયોગ

ધરપકડ કરાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે 'અમે નકલી નોટને અસલી જેવી બતાવવા માટે 10 રૂપિયાના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરતા હતા. સ્ટેમ્પ પેપર પર નોટ છાપવાથી નકલી નોટ વધુ વિશ્વસનીય અને અસલી જેવી દેખાવા લાગતી હતી, જેનાથી લોકો શંકા ન કરી શકે.' આ સિવાય આ આરોપીઓએ નોટોની હૂબહુ નકલ તૈયાર કરવા માટે પ્રિન્ટિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો.

સોનભદ્રના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસને માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ જુદી-જુદી કલમોમાં કેસ નોંધ્યો છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આ ગેંગના અન્ય સભ્ય છે, જે આ ગુનામાં સંડોવાયેલા હોઈ શકે છે.


Google NewsGoogle News