For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રફાલ સોદામાં તપાસની જરૂર નથી: સુપ્રીમની ક્લિનચીટ

વિમાનના ભાવ, ખરીદી પ્રક્રિયાના નિર્ણય અને ઓફસેટ પાર્ટનર કંપનીની પસંદગીમાં ગેરરીતીના આરોપો કોર્ટે ફગાવ્યા

અન્ય દેશોની જેમ ભારતને પણ રફાલ જેવા ચોથી અને પાંચમી જનરેશનના એરક્રાફ્ટની જરુર : સુપ્રીમનું અવલોકન

Updated: Dec 15th, 2018

Article Content Imageનવી દિલ્હી, તા. ૧૪

ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવનારા રફાલ એરક્રાફ્ટ સોદામાં કરોડોનું કૌભાંડ થયુ હોવાના આરોપો સાથે અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી.

જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીઓ અંગેના આપેલા ચુકાદામાં કહ્યું છે કે રફાલ સોદાની પ્રક્રિયામાં કોઇ ગેરરીતી થઇ નથી માટે તેની તપાસ કરાવવાની જરુર નથી.

કોર્ટે જણાવ્યું હતું કે રફાલ સોદો કરવાની પ્રક્રિયામાં સરકારે કોઇ ખોટુ કર્યું હોય તે જણાતું નથી અને તેથી આ મામલે તપાસ સીબીઆઇને સોપવી જોઇએ તેવા પણ કોઇ પુરાવા સામે આવ્યા નથી. બાદમાં સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.

વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે રફાલ વિમાન અગાઉની યુપીએ સરકારના શાસનમાં ૫૦૦ કરોડમાં ખરીદવાનું ફ્રાન્સ સાથે નક્કી થયેલુ, મોદી સરકાર વિમાન ૧૬૦૦ કરોડમાં ખરીદી એક ઉધ્યોગપતિને ફાયદો પહોંચાડવા માગે છે કેમ કે આ ઉધ્યોગપતિની કંપની આ ડીલમાં છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત બેંચ સમક્ષ ડીલની પ્રક્રિયા, ભાવ અને કંપનીની ઓફસેટ પાર્ટનર તરીકેની પસંદગીને પડકારતી અરજી થઇ હતી.

સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રફાલ સોદો અતી સંવેદનશિલ છે, માટે તેમાં સુપ્રીમ કોર્ટ દખલ આપી શકે તેમ નથી. ઇન્ડિયન એરફોર્સને એડવાન્સ્ડ ટેક્નોલોજી વાળા ફાઇટર જેટની જરુર છે, દેશ કોઇ પણ પ્રકારની સુરક્ષાની તૈયારી વગર રહી શકે તેમ નથી.

ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યારે દુશ્મન દેશ અતી આધુનિક અને ચોથી તેમજ પાંચમી જનરેશનના વિમાન ખરીદે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અમે ભાવ
, ખરીદી પ્રક્રિયા અને કંપનીની પસંદગી આ ત્રણેય પ્રક્રિયા પર ધ્યાન આપ્યું છે અને અમારી તપાસ કહે છે કે આ મામલે સરકારની કામગીરીમાં કોઇ જ દખલ દેવાની હાલ જરુર નથી જણાતી.

રફાલ સોદાને પડકારતા અરજદારોમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા અને અરુણ શૌરી, વકીલ પ્રષાંત ભુષણ, એમએલ શર્મા, વીનિત ધાંડા, આપના સાંસદ સંજયસિંહનો સમાવેશ થાય છે. આ અરજદારો દ્વારા દાખલ અરજીમાં એવી દલિલ કરવામાં આવી હતી કે ડીલની પ્રક્રિયામાં અનેક ખામીઓ છે. અને આ ડીલ સરકાર-સરકાર વચ્ચેની નથી.

જોકે મોદી સરકાર આ દરેક આરોપોને નકારી ચુકી છે. રફાલ વિમાનના ભાવ મુદ્દે પારદર્શીતા નથી રાખવામાં આવી
, એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા જ આ ડીલ થઇ છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સરકારે અત્યાર સુધીની દરેક દલિલોમાં જણાવ્યું હતું કે રફાલ વિમાનના ભાવ ગુપ્ત રાખવા જરુરી છે કેમ કે તેનાથી ફ્રાન્સ અને ભારતના ગુપ્ત રાખવાના કરારો પર અસર થશે. જેને પગલે સુપ્રીમ કોર્ટમાં માત્ર ખરીદી માટેના સોદાની પ્રક્રિયા મુદ્દે જ સુનાવણી કરવામાં આવી હતી. 

Gujarat