For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભૂપેશ બઘેલ બન્યા છત્તીસગઢના નવા સીએમ, જાણો કેમ કોગ્રેસે કરી પસંદગી

Updated: Dec 16th, 2018

Article Content Imageનવી દિલ્હી, તા. 16. ડિસેમ્બર 2018 રવિવાર

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ દ્વારા ભૂપેશ બઘેલના નામની જાહેરાત આજે આખરે કરી દેવાઈ છે.

છત્તીસગઢ કોંગ્રેસના રાયપુર ખાતેના પ્રદેશ કાર્યાલયમાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં આ નામની જાહેરાત કરવામાં આવી હતી.રવિવારે તેઓ દિલ્હીથી રાયપુર પહોંચ્યા હતા અને એ પછી ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.

આ પહેલા ભૂપેશ બઘેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તેનુ પાલન કરીશ.એ પછી સંસદમાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને પ્રદેશ પ્રભારી પીએલ પુનિયા પણ બઘેલની સાથે રાયપુર પહોંચ્યા હતા.

બઘેલને સીએમ તરીકે મુકવા માટે ઘણા કારણ જવાબદાર મના ય છે.એક તો પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે પૂર્વ સીએમ અજીત જોગી અને અમિત જોગીને પાર્ટીની બહારનો રસ્તો બતાવવાની હિંમત કરી હતી.એ પછી બઘેલે રમણસિંહ સામે સીધો મોરચો ખોલ્યો હતો.છત્તીસગઢની સમસ્યાઓને લોકો સમક્ષ મુકી હતી.ખેડૂતોનો મુદ્દો પણ તેમણે  જ આગળ ધ્યો હતો.

બઘેલ પર આના કારણે સંખ્યાબંધ કેસ પણ થયા હતા.જોકે એ પછી પણ ભૂપેશ બઘેલ ડગ્યા નહોતા.રમણસિંહ સરકારના મંત્રી રાજેશ મૂણતની સેક્સ સીડીના પ્રકરણમાં તો તેમને 14 દિવસ જેલમાં મોકલવામાં આવ્યા હતા.જોકે તેમણે પહેલા તો જામીન લેવાનો પણ ઈનકાર કર્યો હતો.એ પછી કોંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર જામીન લીધા હતા.

બઘેલ કુર્મી જાતિમાંથી આવે છે.જે જાતીગત રાજકારણની રીતે મહત્વની જાતિ મનાય છે.કુલ મળીને રાજ્યમાં કુર્મી અને સાહુ સમુદાયની વસતી 36 ટકા છે.

Gujarat