Get The App

ઝારખંડમાં સનસનાટી મચાવતી ઘટના, લગ્નથી પાછી ઘરે જતી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
ઝારખંડમાં સનસનાટી મચાવતી ઘટના, લગ્નથી પાછી ઘરે જતી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ 1 - image


Jharkhand Crime: ઝારખંડના ખૂંટી જિલ્લાના શુક્રવારે (21મી ફેબ્રુઆરી) રાત્રે એક શરમજનક ઘટના બની હતી. ખૂંટીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી 5 બાળકીઓનું 10-12 યુવાનોએ અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. રવિવારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. પીડિતોએ અહીં પોતાના નિવેદનો નોંધાવ્યા બાદ પોલીસે આ યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો

ખૂંટી જિલ્લાના રાણિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી 5 બાળકીઓનું 10-12 યુવાનોએ અપહરણ કર્યું હતું. તેમાંથી ત્રણ પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ નરાધમોએ બાળકીઓને જંગલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે એક બાળકીએ એક યુવકના હાથ બચકું ભરીને ભાગી ગઈ હતી. ત્યારબાદ તેમણે  ગામલોકોને આ બાબતની જાણ કરી. જ્યારે તે ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે બધા ગુનેગારો ભાગી ગયા હતા. 

આ પણ વાંચો: અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ઈટાલી ડાયવર્ટ કરી દેવાઈ


પોલીસને આપેલા નિવેદનમાં, 10 વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે, 'મારા પર ત્રણ નરાધમોએ દ્વારા દુષ્કર્મ આચર્યું હતું.'  બીજી એક પીડિતાએ જણાવ્યું કે, 'મને સાત ક્રૂર લોકોએ બંધક બનાવી હતી અને તેમાંથી ત્રણે મારા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.'

પોલીસ અધિક્ષક (SP) ક્રિસ્ટોફર કેર્કેટાએ જણાવ્યું હતું કે, 'પોલીસને રવિવારે આ બાબતની જાણ કરવામાં આવી હતી. પીડિતોના નિવેદન લીધા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 10-12 યુવાનોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બધા આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.

ઝારખંડમાં સનસનાટી મચાવતી ઘટના, લગ્નથી પાછી ઘરે જતી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ 2 - image


Google NewsGoogle News