Get The App

2.67 કરોડના સોનાની દાણચોરીમાં બે એરપોર્ટ કર્મચારી ઝડપાયા

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
2.67 કરોડના સોનાની દાણચોરીમાં બે એરપોર્ટ કર્મચારી ઝડપાયા 1 - image


- એરોડ્રમ એન્ટ્રી પરમિટ દુરુપયોગ

- કોઈ ચોક્કસ સિન્ડિકેટ વતી સોનું બહાર લઈ જવામાં મહિલા પણ સામેલ 

મુંબઇ : ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ), મુંબઇ અને મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૃા. ૨.૬૭ કરોડની કિંમતની ૩૩૫૦ ગ્રામ સોનાની ડસ્ટની દાણચોરી કરવા પ્રકરણે એક મહિલા સહિત એરપોર્ટના બે કર્મચારીની ધરપકડ કરી હતી.

ડીઆરઆઇએ ચોક્કસ બાતમીના આધારે સોનાની દાણચોરીની શંકાને આધારે એક ખાનગી કંપનીની મહિલા કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટીવને એરપોર્ટના એક્ઝિટ ગેટ પર અટકાવી હતી. મહિલા એક્ઝિક્યરીવની તપાસ કરતા તેના પાસેથી બેસ્ટ સ્વરૃપમાં ૩૩૫૦ ગ્રામ સોનું ધરાવતા બે પેકેટો મળી આવ્યા હતા. આ બાબતની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે એક ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ મેમ્બર જે એરપોર્ટ પર કાર્યરત હતો તેણે ફ્લાઇટ ઇવાય ૨૦૦ની વેસ્ટ કાર્ટમાંથી આ સોનું મેળવ્યું હતું અને મહિલા એક્ઝિક્યુટીવને આપ્યું હતું.

આ મહિલા એક્ઝિક્યુટીવે ત્યારબાદ તેની એરોડ્રમ એન્ટ્રી પરમિટ (એઇપી)નો ઉપયોગ કરીને એરપોર્ટની બહાર આ સોનું કાઢી દાણચોરીનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે સૂત્રોનુસાર પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ બંનેએ પૈસાના પ્રલોભનમાં આવી નાણાકીય વળતરના બદલામાં કોઇ ચોક્કસ સિન્ડિકેટમાટે દાણચોરીની કામગીરીમાં મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ૩.૩૫૦ ગ્રામ બજનનું અને અંદાજે રૃા. ૨૦૬૭ કરોડનું મૂળ્ય ધરાવતું આ સોનું કસ્ટમ્સ એકટ ૧૯૬૨ની જોગવાઇઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું અને બંને વ્યક્તિની ધરપકડ કરી કસ્ટડીમાં તેમની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 



Google NewsGoogle News