મહામુંબઈની 1 ટ્રિલિયન ઈકોનોમી માટે 19 સ્થળે નવાં ફાઈનાન્સ હબ બનશે
નીતિ આયોગ સમક્ષ એમએમઆરડીએએ વિકાસ પ્લાન રજૂ કર્યો
બીકેસી અને વડાલામાં ફાઈનાન્સિઅલ સેન્ટર રચાશે, નવી મુંબઈમાં એરો સિટી, ખારઘરમાં કોર્પોરેટ પાર્ક વિકસાવાશે તેવા દાવા
મુંબઈ - મુંબઈ શહેરને એક ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા ૧૯ સ્થળે ફાઈનાન્સિઅલ હબ બનાવાશે. ખારઘરમાં કોર્પોરેટ પાર્ક, નવી મુંબઈમાં એરો સિટી સહિતના પ્લાનને એમએમઆરડીએ દ્વારા નીતિ આયોગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
મહામુંબઈમાં સાત ઠેકાણે કર્મશ્યલ સેન્ટર ઉભા કરાશે. એમાં બી.કે.સી. સહિત વડાલામાં ફાઇનાન્સિયલ સેન્ટર, નવી મુંબઇમાં એરોસીટી, ખારઘરમાં, કુર્લા વરલી, બોઇસર અને વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન તથા ગોરેગામ ફિલ્મ સીટીનો સમાવેશ થાય છે.
બી.કે.સી. ઇ બ્લોકમાં ૨૦ હેક્ટરની જગા પર કમર્શિયલ, રહેઠાણ ઉપયોગ સહિત હાઇસ્ટ્રીટ રિટેલ, મોલ્સ, એન્ટરટાઇનમેન્ટ અનર્રિક્રિએશન જગા નિર્માણ કરાશે. બીકેસીમાં બુલેટ ટ્રેન સ્ટેશન પર ૧૦ હેક્ટર જગા પર મિક્સ યુઝ પધ્ધતિને વિકાસ કરાશે. આ સિવાય રિવર ફ્રન્ટ, રિટેલ અને રેસિડેન્શિયલ સ્પેસેસ તૈયાર કરાશે. કુર્લા અને વરલી ખાતે કુર્લામાં ૧૦.૫ હેક્ટર અને વરલીમાં ૬.૪ હેક્ટરની જગા પર કાર્યાલયો, હોટેલ્સ, હોસ્પિટલ, એન્ટરટાઇનમેન્ટ હબ, રહેણાંક અને કમર્શિયલ જગાને વિકસિત કરવાનો પ્રસ્તાવ છે.
વડાલા બિઝનેસ ડિસ્ટ્રીક્ટ ખાતે ૨૦ હેક્ટરની જગા પર ફિટનટેક, સ્ટાર્ટઅપ એપાર્ટમેન્ટ, હોટેલ્સનો વિકાસ કરાશે. નવી મુંબઇ એરોસીટી માટે નવી મુંબઇના એરપોર્ટ નજીક ૨૭૦ હેક્ટરની જગા પર એરોસીટી ઉભુ કરાશે. ત્યાં ફાઇવ સ્ટાર હોટેલ, એન્ટરટાઇનમેન્ટ માટે કેન્દ્ર, એક્ઝીબિશન સેન્ટર સહિત નાના સ્વરૃપના મરિના ઉભા કરાશે. ગોરેગામ ફિલ્મસીટીમાં ૧૧૦ હેક્ટરની જગા પર અત્યાધુનિક ટેક્નોલોજીથી ફિલ્મ સિટિનો ઉદ્યોગ- વ્યવસાયને ચલણ અપાશે.
વ્યાવસાયિક કેન્દ્ર માટે ૧૫૦ હેક્ટરની જગા પર વ્યાવસાયિક સેન્ટર તેમજ મનોરંજન ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરાશે. બોઇસર, વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન માટે પરિસરમાં ગ્રીનફિલ્ડ અર્બન કલસ્ટર્સ ઉભુ કરાશે. આ સિવાય મઢ અને ગોરાઇ ચોપાટી ખાતે પર્યટન હબ ઉભી કરવા ચાર અબજ ડોલર ખર્ચ કરાશે. એમ.એમ.આર.ડી.એ ૧૦ અબજ ડોલરના ખર્ચે પરવડે એવા ઘરો બાંધશે મીઠાગર અને મેનોગ્રાવ્સની જગાના ડેવલપ કરવા ૬ અબજ ડોલરનો ખર્ચ કરાશે.