હરણી ગામના બસ સ્ટેન્ડ પર દારુ લઇને ઉભી હતી બે મહિલાઓ, અને પછી થયું આવું

ત્રણ થેલામાંથી વિદેશી દારૃની ૩૬૦ બોટલ કબજે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
હરણી ગામના બસ સ્ટેન્ડ પર દારુ લઇને ઉભી હતી બે મહિલાઓ, અને પછી થયું આવું 1 - image

 

વડોદરા,હરણી ગામ  બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૃ ભરેલા થેલા લઇને ઉભેલી બે મહિલાઓને  હરણી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ  હાથ ધરી છે.

હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી  હતી કે, હરણી હનુમાનજી મંદિર સામે હરણી  ગામ બસ સ્ટેન્ડ પાસે બે બહેનો વજનદાર થેલા લઇને ઉભી છે. જેથી, પોલીસે ત્યાં સ્થળ પર જઇને તપાસ કરતા બે મહિલાઓ મળી આવી હતી. જઓનું નામ પૂછતા (૧) કવિતા દિનેશભાઇ પરમાર  તથા (૨) કોકિલાબેન પ્રવિણભાઇ માવી ( બંને રહે. ગણેશ નગર ઝૂંપડામાં, રણોલી, મૂળ રહે. દાહોદ ) હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પાસેના થેલાઓમાંથી વિદેશી દારૃની ૩૬૦ બોટલ કિંમત રૃપિયા ૪૩,૨૦૦ ની મળી આવી હતી. મહિલાઓ દારૃ ક્યાંથી લાવી હતી ? કોને આપવાનો હતો ? તે અંગે  પોલીસે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News