સ્ટેટ મોનિટરિંગ સેલે અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૃ બિયરનો મોટો જથ્થો પકડયો
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગીયોડ પાસે
કારને પકડવા પહોંચ્યા તે સમયે માર્ગ ઉપર રોડ સાઈડમાં ઉભી હતી : ૭. ૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
રાજ્યમાં દારૃબંધી હોવા
છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી
રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને
સક્રિય કરીને આવા વિદેશી દારૃના જથ્થાને પકડવા મથી રહી છે. આ સ્થિતિમાં સ્ટેટ મોનિટરિંગ
સેલની ટીમને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી આવી રહેલી એક કાર ચિલોડા થઈને
અમદાવાદ જવાની છે. જેમાં વિદેશી દારૃનો મોટો જથ્થો ભરેલો છે. જોકે પોલીસ ગીયોડ
પાસે પહોંચી ત્યારે આ કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી અને તેની અંદર તપાસ
કરતા દારૃ અને બિયરની ૧૭૬૯ જેટલી બોટલો મળી આવી હતી. જેથી ૭.૫૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો અને કારના નંબરના આધારે
તેના બુટલેગરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે છેલ્લા ઘણા સમયથી
બુટલેરો દ્વારા ચિલોડા હિંમતનગર હાઇવેને જાણે કે વિદેશી દારૃની હેરાફેરી માટેનો
કોરિડોર બનાવી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અવાર-નવાર સ્થાનિક પોલીસ દ્વારા પણ
અહીં વિદેશી દારૃ ભરેલા વાહનો પકડવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રવૃત્તિ બંધ થવાનું
નામ લેતી નથી