કારમાં લઈ જવાતો વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો પકડાયો
ગાંધીનગર નજીક ભાટ ટોલટેક્સ પાસે
નરોડાના બે શખ્સોને પકડી પોલીસે ૨.૭૬ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે અડાલજ પોલીસે ભાટ ટોલટેક્સ પાસે કારમાં લઈ જવાતા વિદેશી દારૃના મોટા જથ્થા સાથે નરોડાના બે શખ્સોને પકડીને ૨.૭૬ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૃ કરી હતી.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃના જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને નાના-મોટા બુટલેગરો દ્વારા આ
દારૃને જે તે સ્થળે પહોંચાડીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અડાલજ
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય બાતમી મળી હતી કે, રીંગ રોડ ઉપર
કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ભાટ ટોલટેક્સથી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે.
જે બાતમીના પગલે પોલીસે ભાટ ટોલટેક્સ પાસે સવસ રોડ ઉપર વોચ ગોઠવી હતી અને
બાતમીવાળી કાર આવતા આડસો મૂકીને તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે
પોલીસને જોઈ કારના ચાલકે કાર ઊભી રાખી દીધી હતી અને પોલીસ કારની નજીક પહોંચી હતી.
જ્યાં કારમાં સવાર બે શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તે નરોડા મફત નગર ખાતે રહેતા
ચિરાગ ઈશ્વરજી ઠાકોર અને ગોવિંદ ભીમાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ
પોલીસ દ્વારા કારમાં તપાસ કરતા વિદેશી દારૃની નાની ૫૦૬ જેટલી બોટલ તેમજ ૧૨૦ જેટલા
બિયરના ટીન મળી આવ્યા હતા. આ દારૃના જથ્થા સંદર્ભે પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપ્યો ન
હતો પોલીસે ૨.૭૬ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૃ
કરી હતી.