Get The App

નોંધણી કે પરવાના લીધા વગર ધમધમતાં સ્પાના મેનેજર સામે ગુનો દાખલ કરાયો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
નોંધણી કે પરવાના લીધા વગર ધમધમતાં સ્પાના મેનેજર સામે ગુનો દાખલ કરાયો 1 - image


કુડાસણ વિસ્તારમાં તપાસ કરાઇ હતી

પોલીસ તપાસમાં જીએસટી નંબર પણ નહીં મેળવ્યાનું ખુલ્યું

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા ભૂતકાળમાં પણ પકડાયાં છે. ત્યારે કુડાસણ વિસ્તારમાં કરાયેલી તપાસ દરમિયાન કોઇ નોંધણી કરાવ્યા વગર અને પરવાના મેળવ્યા વગર ચલાવાતું સ્પા મળી આવ્યુ હતું. આવા સ્થળોએ અસામાજીક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદોને લઇને કરાયેલી તપાસમાં જીએસટી નંબર પણ નહીં લીધાનું ખુલતાં સ્પાના મેનેજર સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો હતો.

ઇન્ફોસિટી પોલીસ મથકની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવા દરમિયાન કુડાસણ વિસ્તારમાં આવેલા પ્રતિક મોલમાં દુકાન નંબર ૫૦૪માં ટકસ સ્પા નામથી ચલાવવામાં આવતા વ્યવસાયના સ્થળે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્પાના મેનેજર હાલ રાયસણમાં ગુડા આવાસમાં રહેતા મુળ કલોલ તાલુકાના નાદરી ગામના યોગેશ નટવરભાઇ ન્યાયી પાસે સ્પા સંબંધે મંજુરીના ફરજિયાત લેવાના પરવાના અને પોલીસ સ્ટેશનમાં કરાવવાની થતી નોંધણી કરાવ્યાના કાગળો માંગવામાં આવ્યા હતાં.પરંતુ મેનેજર દ્વારા આવા કોઇ કાગળો નહીં હોવાનું જણાવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત જીએસટી નંબર ધરાવવા બાબતે પણ કોઇ પ્રમાણપત્ર રજુ કરવામાં આવ્યુ ન હતું. જેના પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના વિવિધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News