Get The App

આર્મીના પૂર્વ કેપ્ટનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી ૩૭.૭૫ લાખ પડાવ્યાં

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
આર્મીના પૂર્વ કેપ્ટનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી ૩૭.૭૫ લાખ પડાવ્યાં 1 - image


સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

ગુ્રપમાં એડ કરીને રોકાણ કરાવી નફો બતાવી વિડ્રો કરવા રૃપિયા માંગતા છેતરાયાનો અહેસાસ : સાયબર ક્રાઇમ પોલીસની તપાસ

ગાંધીનગર :  સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે ગાંધીનગરના રાંદેસણમાં રહેતા આર્મીના પૂર્વ કેપ્ટનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપીને ૩૭.૭૫ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે યુવાનોથી લઈ વૃદ્ધો પણ આ ટોળકીની ઝપટમાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગરના રાંદેસણની શ્રી રંગ ઓસીસ સોસાયટી ફ્લેટ નંબર - બી/ ૩૦૨માં રહેતા મૂળ ગ્વાલિયરનાં અને ઈન્ડિયન આર્મીમાં કેપ્ટન પદ ઉપરથી નિવૃત થયેલા મનોજકુમાર જગતભાસ્કર મિશ્રા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે. છ મહિના અગાઉ તેમણે ફેસબુકમાં સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ટીપ્સ આપતી લીંક જોઈ હતી. જેની લિંક ઓપન કરતાં જ તેમનો મોબાઈલ નંબર વોટ્સઅપ ગૃપમાં એડ થઈ ગયો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટેની ટીપ્સ મળતી હતી. મનોજકુમાર એપ્લીકેશન મારફતે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા હોવાથી એક અઠવાડિયા સુધી તેમણે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને સારો નફો પણ મેળવ્યો હતો.ત્યારે વોટ્સઅપ ગુ્રપમાં રાહુલ શર્મા તેમજ મારિયા વસાણી નામે ક્રિપ્ટો કરન્સીને લગતા મેસેજ કરતા રહેતા હતા.

જે ગુ્રપમાં પણ નંબર એડ થતાંની સાથે મનોજકુમારને લિંક મોકલી આપવામાં આવી હતી. જે લિંક ઉપર માંગ્યા મુજબની વિગતો એડ કરીને મનોજકુમારે અલગ અલગ બેંક ખાતામાં કુલ રૃ. ૩૭.૭૫ લાખ ટ્રાન્ફર કરી ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટ કર્યું હતું. એજ રીતે તેમની પત્નીના પણ ઓળખનાં પુરાવા અપલોડ કરી ઇન્વેસ્ટ કર્યું હતું.જે લિંક ઓપન કરતા તેમણે કરેલા રોકાણનાં રૃ. ૮,૬૮,૨૫૬ પ્રોફિટ બતાવતો હતો. આ રકમ વિડ્રો કરવા પ્રોસેસ કરી હતી પરંતુ રૃપિયા વિડ્રો થયા ન હતા આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી.


Google NewsGoogle News