UN માં યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ચોંકાવ્યા, રશિયાને કર્યો ટેકો, ભારત મતદાનથી દૂર રહ્યું
UN Voting on Russia vs Ukrain War : યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) માં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર વોટિંગ કરીને બંને દેશો વચ્ચેનું યુદ્ધ તાત્કાલિક રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમેરિકા અને ભારત બંનેએ ચોંકાવ્યા
UNGAમાં એક પ્રસ્તાવ યુરોપિયન દેશો અને એક પ્રસ્તાવ અમેરિકા લાવ્યો હતો જે લાંબી ચર્ચા બાદ પસાર કરાયા. આ ઉપરાંત અમેરિકાએ UNSCમાં પણ એક પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં યુદ્ધને તાત્કાલિક રોકવાની અપીલ કરવામાં આવી હતી. જોકે આ તમામ કાર્યવાહી દરમિયાન ભારતે UNGAમાં રજૂ કરાયેલા બંને પ્રસ્તાવ પર મતદાન નહોતું કર્યું. જોકે અમેરિકા આ મામલે ચોંકાવતા રશિયાની તરફેણમાં રહ્યું હતું.
મોટાભાગના વીટો પાવર ધરાવતા દેશો વોટિંગથી દૂર રહ્યા
આ પ્રસ્તાવ 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પસાર કર્યો હતો, જેમાં 10 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું અને ફ્રાન્સ સહિત પાંચ દેશો મતદાનથી દૂર રહ્યા હતા. અત્યાર સુધી, UNSC યુદ્ધ પર કોઈ કાર્યવાહી કરવામાં અસમર્થ રહ્યું છે કારણ કે રશિયા અને તેના સાથીઓ કોઇપણ પ્રસ્તાવને વીટો કરી દેતા હતા. જોકે આ વખતે આ પ્રસ્તાવ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર વીટો પાવર ધરાવતા ફ્રાન્સ સિવાય બ્રિટન, ડેનમાર્ક, ગ્રીસ અને સ્લોવેનિયા જેવા દેશોએ મતદાનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.