પૃથ્વી પરનો સૌથી બહાદૂર વ્યકિત, પકડી લીધો એનાકોંડા સાપ
પોતાના હાથનો ઉપયોગ કરીને વિશાળ સાપને કંટ્રોલ કરે છે
સાપ પણ થોડી વાર તો કુશ્તી લડતો હોય એમ છટકતો રહે છે
ન્યૂયોર્ક, ૨૦ નવેમ્બર,૨૦૨૩,સોમવાર
હોલીવુડની એક મશહુર ફિલ્મમાં એનાકોંડાના ખોફથી સૌ ડરતા રહે છે પરંતુ અમેરિકાના મિયામી ફલોરિડાના એક ઝુમાં માઇક હોલ્સ્ટન નામના એક સંરક્ષકે હાથમાં વિશાળ એનાકોંડા પકડીને દિલધડક વીડિયો શેર કર્યો છે. આ સંરક્ષકને ધ રિયલ ટાર્ઝન અને ધ કિંગ ઓફ ધ જંગલ કહેવામાં આવે છે. આ બહાદૂર માણસ પોતાના હાથનો ઉપયોગ કરીને વિશાળ સાપને કંટ્રોલ કરે છે, વિશાળ સાપ સાથેનો રોમાંચક મુકાબલો જોઇને લોકોને નવાઇ લાગી રહી છે.
વીડિયોની શરુઆતમાં વ્યકિત સાવચેતીથી મહાકાય એનાકોંડા પાસે જાય છે જે પોતાના પ્રાકૃતિક આવાસમાં શાંતિથી પડયો હોય છે. આ સમયે ધ રિયલ ટાર્ઝન મોકાનો ફાયદો ઉઠાવીને આશ્ચર્યજનક રીતે સટિક નિયંત્રણ સાથે સાપને પકડી લે છે. સાપ પણ થોડી વાર તો કુશ્તી લડતો હોય એમ છટકતો રહે છે પરંતુ છેવટે સરંડર થઇ જાય છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે વેનેઝુએલાના જંગલમાં રાક્ષસ એનાકોંડાને સફળતાપૂર્વક પકડવવામાં આવ્યો છે. આ અંગે એક યુઝરે એવી પ્રતિક્રિયા આપી છે કે પૃથ્વી ગ્રહ પરનો સૌથી બહાદૂર વ્યકિત છે. કેટલાક માને છે કે આ વીડિયો અસલ નથી પરંતુ ફેકટ ચેકમાં સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ વીડિયો સાચો હોવાનું જણાયું છે.