ઇઝરાયેલને AI સર્વિસ વેચવા બદલ માઈક્રોસોફ્ટમાં વિરોધ
- કર્મચારીઓ લડી લેવાના મૂડમાં
- સત્ય નડેલાના ભાષણ દરમિયાન ઊભા થઈને લખાણવાળી ટીશર્ટ સાથે પ્રદર્શન
વોશિંગ્ટન : ઈઝરાયેલની આર્મીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ આપવાના કોન્ટ્રાક્ટનો વિરોધ કરવા બદલ માઈક્રોસોફ્ટના પાંચ કર્મચારીઓને સત્ય નડેલા સાથેની મીટિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ, ગત અઠવાડિયે માહિતી સામે આવી હતી કે, ગાઝા અને લેબનોનના યુદ્ધ દરમિયાન બોમ્બ માટે ટારગેટ નક્કી કરવા માટે ઈઝરાયેલની આર્મી દ્વારા માઈક્રોસોફ્ટ અને ઓપનએઆઈના એઆઈ મોડ્લ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જ્યારે, ઈઝરાયેલી આર્મીના ૨૦૨૩ના હુમલામાં ત્રણ નાની છોકરીઓ અને તેમની દાદીને લઈ જઈ રહેલા વ્હીકલ પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં પણ ઈઝરાયેલી આર્મી દ્વારા આ એઆઈ મોડલ્સનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સત્ય નડેલા કંપનીના કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં લાંબી કતારમાં ઉભેલા કર્મચારીઓએ પોતાની ટીશર્ટ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમની ટીશર્ટ પર લખ્યું હતું કે, 'શું આપણા કોડને કારણે બાળકોના મોત થયા?' નડેલાએ તેમને અવગણીને ભાષણ ચાલુ રાખ્યું હતું.