Get The App

અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ઈટાલી ડાયવર્ટ કરી દેવાઈ

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ઈટાલી ડાયવર્ટ કરી દેવાઈ 1 - image


Bomb Threat for New York to Delhi Flight | અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઈટાલીના રોમ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ફ્લાઇટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. એવું કહેવાય છે કે સુરક્ષા ખતરાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ઈટાલીના રોમ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. 

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ 

સૂત્રોનું કહેવું છે કે ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો, ત્યારબાદ ફ્લાઇટને રોમના ફિયુમિસિનો એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય કરાયો હતો. ફ્લાઇટને ડાયવર્ટ કરીને રોમમાં લેન્ડ કરવામાં આવી રહી છે. ત્યારબાદ સમગ્ર ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી અને હવે ક્લિયરન્સ પછી ફ્લાઇટને દિલ્હી તરફ મોકલવામાં આવશે.

ક્યાંથી ઉડાન ભરી હતી વિમાને? 

બોઇંગ 777-300ER વિમાને આજે જોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ એક નોન-સ્ટોપ ટ્રાન્સકોન્ટિનેન્ટલ ફ્લાઇટ હતી. જોકે, ઉડાન ભર્યા બાદ, ક્રૂ મેમ્બર્સને વિમાનમાં સંભવિત વિસ્ફોટક ઉપકરણ હોવાની ગુપ્ત માહિતી મળી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી પ્રોટોકોલ મુજબ ફ્લાઇટને તાત્કાલિક ઇટાલી તરફ વાળવામાં આવી હતી.


અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ઈટાલી ડાયવર્ટ કરી દેવાઈ 2 - image




Google NewsGoogle News