યુક્રેનના ખનીજોથી અબજો કમાશે અમેરિકા: યુદ્ધમાં હજારો મોત બાદ 'કોમેડિયન' ઝેલેન્સ્કી 'હાસ્યાસ્પદ' ઠર્યા
US-Ukraine minerals deal : યુક્રેનના 500 અબજ ડોલરના ખનીજમાં અમેરિકાની ભાગીદારીનું ડીલ લગભગ નક્કી જ છે અને શુક્રવારે તેના પર અંતિમ નિર્ણય લેવાઈ જાય તેમ મનાય છે. હવે જો ઝેલેન્સ્કીએ આવું જ ડીલ કરવાનું હતું તો તે અમેરિકા સાથે આ પ્રકારનું ડીલ પહેલા પણ કરીને લાખો લોકોને નરસંહાર બચાવી શક્યા હોત. ઝેલેન્સ્કીએ આ ડીલ પહેલા કર્યુ હોત તો રશિયા યુક્રેન પર હુમલો કરવાની હિંમત પણ કરી શક્યુ ંન હોત અને આ યુદ્ધની વિભિષિકામાંથી યુક્રેન અને આખુ વિશ્વ બચી ગયું હોત. આ ડીલે ઝેલેન્સ્કીન વિરાટમાંથી વામન બનાવી દીધા.
રશિયાએ યુક્રેનના જપ્ત કરેલા 20 ટકા હિસ્સામાં પણ પુતિને અમેરિકાની કંપનીઓને માઇનિંગ કરવા માટેની ઓફર મૂકી
આ ડીલે તો એવી છાપ ઊભી કરી કે ચાર કરોડની વસ્તી ધરાવતા યુક્રેનમાંથી અડધા લોકો ઝેલેન્સ્કીની નીતિઓના લીધે વિસ્થાપિત થઈ ગયા. ઝેલેન્સ્કીએ તેમની કોમેડિયનમાંથી મર્દાના ઇમેજ બનાવવામાં આખા યુક્રેનને દાવ પર લગાવી દીધુ છતાં પણ ત્રણ વર્ષના અંતે તો તે કાબેલ રાજકારણી નહીં પણ વિશ્વ સમક્ષ કોમેડિયન જ ઠર્યા. આટલા લાંબા યુદ્ધ પછી પણ ઝેલેન્સ્કી કશું જ મેળવી શક્યા નથી, બધુ જ પરિણામ શૂન્ય આવ્યું છે. ઉપરથી જો યુદ્ધ પહેલા અમેરિકા સાથે આવું ડીલ કર્યું હોત તો યુક્રેનનો રશિયાએ કબ્જે કરેલો કમસેકમ ૨૦ ટકા હિસ્સો તો બચાવી શક્યા હોત.
ઝેલેન્સ્કીએ અત્યાર સુધી પારકા પૈસે જ દિવાળી કરી, પણ ટ્રમ્પે ના પાડી દેતા હવે દિવાળી બંધ થઈ ગઈ, પણ તેમની નીતિઓના લીધે આખા યુક્રેનમાં હોળી પ્રગટી ગઈ છે. કમસેકમ ટ્રમ્પનો આભાર માનવો એટલે ઘટે તો જો તેઓએ પુતિનને સાધીને યોગ્ય ડીલ કર્યુ ન હોત તો ઝેલેન્સ્કી આખા યુરોપમાં યુદ્ધરુપી હોળી પ્રગટાવવાના હતા. આમ ઝેલેન્સ્કી યુરોપ અને રશિયાને સામસામે લાવી દેવાના હતા, પરંતુ ટ્રમ્પે આમ ન થવા દીધું.
અમેરિકા-યુક્રેન ઇકોનોમિક ડીલની શુક્રવારે જાહેરાત થઈ શકે : સુરક્ષાની ખાતરી ન મળતા ઝેલેન્સ્કી ચિંતિત
ટ્રમ્પ તેમની રીતે સાચા છે કે જો અમેરિકાએ તેને કોઈ સહાય ન કરી હોત તો તે પુતિન સામે યુદ્ધ કઈ રીતે કરી શક્યા હોત. તેમણે નાટોમાં જોડાવવાની જીદ જ કરવી જોઈતી ન હતી. એક જિદ પડતી મૂકાવવાથી આટલો નરસંહાર બચી જતો હોય તો પછી તેમણે તે જિદ પડતી કેમ ન મૂકી. શા માટે આટલા બધાનો નરસંહાર થવા દીધો.
વૈશ્વિક રાજકારણના પલટાયેલા પાસાએ ઝેલેન્સ્કીને વિશ્વ સમક્ષ પુતિન સામે ઝીંક ઝીલનારા હીરો નહી હાસ્યાસ્પદ બનાવ્યા છે. ઝેલેન્સ્કી પોતે જ કહે છે કે અમેરિકા સાથે ઇકાનોમિક ડીલ થયું છે, પરંતુ હજી પણ સુરક્ષાની ગેરંટી તે મેળવી શક્યા નથી. આમ યુદ્ધના ત્રણ વર્ષ પછી પણ ઝેલેન્સ્કી પાસે યુક્રેનની સુરક્ષાની ગેરંટી મેળવી શક્યા નથી તે વરવી વાસ્તવિકતા છે. તેઓને હજી તે ખબર નથી કે તેમને મદદ મળશે કે નહી, તેમની સાથે ઇકોનોમિક ડીલના બદલામાં તેમને અમેરિકા નાણા આપશે તેનાથી તે લડશે. રશિયા પરથી અમેરિકા પ્રતિબંધો ઉઠાવી લેશે. આમાની કોઈ વાતની ખાતરી તેમને મળી નથી. રશિયાના બોમ્બમારાનો ભોગ બન્યું ન હોય તેવું યુક્રેનનું કોઈ શહેર બાકી નથી. શું યુક્રેનના લાખો લોકો વિસ્થાપિત થયા અને લાખો ખુવાર થયા તેની જવાબદારી ઝેલેન્સ્કીની નથી. પુતિનની દરખાસ્ત છે કે રશિયા અને તેના કબ્જા નીચેના યુક્રેનના પ્રદેશોમાંથી પણ અમેરિકન કંપનીઓને ખનિજ શોધી કાઢવા પરવાનગી આપવા તૈયાર છે. આ માટે અમેરિકન કંપનીઓ પણ તૈયાર થઇ છે. તેઓ તો તેમાંથી પૈસા બનાવવા માગે છે.