કારની ટક્કરે બાઈક સવાર નાના ભાઈનું મોત, મોટાભાઈને ઈજા
- સંદેશર-સિહોલ રોડ પર અકસ્માત
- રંગાઈપુરાના બંને ભાઈઓ સંદેશર ગામે ખોળ લેવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો
પેટલાદના રંગાઈપુરા ગામે રહેતા ગીરીશભાઈ કાનજીભાઈ પરમાર અને તેમના નાના ભાઈ ધીરજભાઈ બુધવારે સવારે સંદેશર ખાતે ખોળ લેવા બાઈક પર જઈ રહ્યા હતા. દરમિયાન સવારે ૧૧ વાગ્યે સંદેશરના પજીયો વિસ્તારમાં સિહોલ રોડ તરફના રેલવે બ્રિજ નજીક સામેથી પુરઝડપે આવેલી એક કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. પરિણામે બંને ભાઈઓ ઉછળીને રોડ પર પટકાતા, બાઈકમાં પાછળ બેઠેલા ધીરજનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત ગીરીશને ૧૦૮ વાન મારફતે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતાં વિદ્યાનગર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હર્ષદભાઈ અંબાલાલ પરમારની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.