Get The App

કરોડો રૂપિયાની જમીન આપી દીધી અગોરાની મિલકતની હરાજીની પ્રક્રિયામાં વડોદરા કોર્પોરેશનને શું મળશે ?

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
કરોડો રૂપિયાની જમીન આપી દીધી અગોરાની મિલકતની હરાજીની પ્રક્રિયામાં વડોદરા કોર્પોરેશનને શું મળશે ? 1 - image


Vadodara Corporation : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતાએ રજૂઆત કરી હતી કે, કોર્પોરેશને બાલાજી ગ્રુપને અગોરાનો પ્રોજેક્ટ બનાવવા માટે કરોડો રૂપિયાની જમીનની લ્હાણી કરી. હવે તેની મિલકતની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો શું તે હરાજીમાં કોર્પોરેશનને ફાયદો થશે? આપણી કેટલી જમીન ગઈ? અને કેટલા પૈસા મળ્યા? તે વિચારવું જોઈએ. હાલ એલઆઇસી દ્વારા બાલાજી અગોરાની મિલકતની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે પાલિકાએ જે જમીન આપી છે તેમાં આપણી મિલકત કેટલી? તેનો અધિકારીઓએ અંદાજો લગાવવો જોઈએ. સત્તા પક્ષ બધું અધિકારીઓ પર છોડી દેશે તો તેઓ શહેરનું બધું વેચી દેશે. બાલાજીમાં કોર્પોરેશને જે જમીન આપી છે તે વડોદરાના લોકોની છે નહીં કે કોઈના ઘરની.

આ પ્રસંગે કોંગ્રેસના તત્કાલીન નેતા અમીબેન રાવતે રજૂઆત કરી કે, એલઆઇસી દ્વારા રૂપિયા 770 કરોડની રિકવરી માટે અઘોરાની મિલકતની હરાજી શરૂ કરી છે. તેમાં આપણને તો માત્ર 83 કરોડના મકાનો મળ્યા છે. તેઓ કોર્પોરેશનની કરોડ રૂપિયાની જમીન લઈ બેઠા છે અને નદીના પટમાં પણ તેઓએ દબાણ કરી ગેરકાયદેસર મિલકતો ઊભી કરી છે. માત્ર અઘોરા પૂરતું જ નહીં, રાજીવ નગર, સહકાર નગર, વેદ ટ્રાન્સક્યુબ મોલ, જનમહલ જેવી કરોડો રૂપિયાની પ્રોપર્ટી કોર્પોરેશને બિલ્ડરોને આપી દીધી પરંતુ તેમાં દરેક જગ્યાએ કોર્પોરેશનને નુકસાન થયું છે. જો ખાલી અઘોરાની મિલકત 770 કરોડની થતી હોય તો આ સિવાયના બીજા પ્રોજેક્ટનો આંકડો લઈએ તો કોર્પોરેશનની અંદાજે રૂપિયા 2500 કરોડનું નુકસાન થયું છે. આપણે લોકોને ફાયદો કરાવવા માટે અહીં બેઠા છીએ નહીં કે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના લાભ માટેનથી બેઠા.

કોર્પોરેશનની તમામ પીપીપી સ્કીમ સમયસર પૂર્ણ ન થઈ

સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ મૂક્યો હતો કે, કોર્પોરેશને રાજકીય વગ ધરાવતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પાસે જ પીપીપી મોડેલના પ્રોજેક્ટ કરાવ્યા છે. તે પૈકી એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી. એક બિલ્ડરે તો અસરગ્રસ્ત ભાડુંઆતોને એક વર્ષનું અંદાજે રૂપિયા 10 કરોડનું ભાડું પણ ચૂકવ્યું ન હતું. લાંબા ગાળા સુધી ભાડું ન આપનાર આવા કોન્ટ્રાક્ટરોને આપણે બ્લેક લિસ્ટ કેમ કરતા નથી?


Google NewsGoogle News