Get The App

સ્મીમેરમાં બાર્બર નથી, વોર્ડબોય જ દર્દીઓ પર અસ્ત્રો-કાતર ફેરવી દે છે

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
સ્મીમેરમાં બાર્બર નથી, વોર્ડબોય જ દર્દીઓ પર અસ્ત્રો-કાતર ફેરવી દે છે 1 - image


- ઇજા કે ઓપરેશન વખતે શેવીંગની જરુર પડે છે

- દર્દીઓને વાગી જતા લોહી નીકળે ત્યારે સગા પણ ફફડી જાય છે : બાર્બરનો કોન્ટ્રાકટ પુર્ણ થયા બાદ ફરી અપાયો નથી

 સુરત,:

ઇજા કે ઓપરેશન વખતે બાર્બર દ્વારા જરુરીયાત મુજબના ભાગ પર બાર્બર દ્વારા શેવીંગ કરાયા છે. પણ મ્યુનિ. સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘણા સમયથી બાર્બર નહીં હોવાથી વોર્ડબોય જ શેવીંગ કરી રહ્યા છે. જેથી દર્દીઓને બ્લેડ વાગી રહી છે અને લોહી નીગળવા લાગતું હોવાથી દર્દી અને સબંધી ફફડી જાય છે.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દી વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે. જેમાં કેટલાક દર્દીઓને શરીરના કેટલાક ભાગે નાની મોટી ઈજા પામેલી હાલતમાં આવતા હોય છે. આ સાથે કેટલા દર્દીઓને ઓપરેશન કરવું પડતું હોય છે. આવા સંજોગોમાં દર્દીને હાથ, પગ, માંથામાં, પેટ સહિતના અંગોમાં ઈજા થઈ હોય, તે ભાગમાં વાળ હોય, તે ભાગ અને આસપાસ માંથી વાળ બાર્બર શેવીંગ કરી સાફ કરે છે. બાદમાં ડોકટર સારવાર આપે છે અથવા સર્જરી કરે છે.

સ્મીમેર હોસ્પિટલમાં ઘણા સમયથી બાર્બરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે. જેના લીધે હાલમાં બાર્બરનું કામ એટલે કે શેવીંગ વોર્ડબોય કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે કેટલાક વોર્ડબોયને સ્વાભાવિક રીતે આ કામ બરાબર આવડતું ન હોવાથી દર્દીઓને ઇજા થઇ જાય છે એ લોહી નીગળવા લાગે છે. તેથી દર્દીની તકલીફ ઓર વધે છે. અને સગાઓ ફફડી જાય છે. સ્મીમેરના અધિકારીએ કહ્યુ કે, બારબરનો કોન્ટ્ર્કટર પૂર્ણ થાય તે પહેલા જ જવાબદાર અધિકારીને આ કોન્ટ્રકટ રિન્યુ કે ભરતી થાય તે માટે જાણ હતી. બાદમાં કોન્ટ્રકટ પૂર્ણ થયા પછી પણ ફરી જાણ કરવામાં આવી હતી.


Google NewsGoogle News