દાંડિયાબજારના બંધ મકાનમાંથી ૪.૪૦ લાખની ચોરી
મકાન માલિક મકાનને તાળું મારીને નજીકમાં આવેલા બીજા મકાનમાં સૂવા ગયા હતા
વડોદરા,દાંડિયાબજારમાં બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ૮ તોલા વજનના દાગીના અને રોકડા ૪૦ હજાર ચોરી ગઇ હતી.
દાંડિયાબજાર જંબુબેટ રોડ પર જોશી વકીલ બિલ્ડિંગની પાછળ રહેતા દીપ ભોલાભાઇ કહાર અલકાપુરી એચ.ડી.એફ.સી. બેંકમાં પાંચ વર્ષથી સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરે છે. ગઇકાલે મોડીરાતે એક વાગ્યે તેઓ મકાનને તાળું મારીને નજીકમાં આવેલા બીજા મકાનમાં સૂવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડીને ચોર ટોળકી ઘરમાંથી સોનાના ૮ તોલા વજનના દાગીના અને રોકડા ૪૦ હજાર મળી કુલ રૃપિયા ૪.૪૦ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનાનો ભાવ પોલીસે માત્ર ૫૦ હજાર જ ગણ્યો છે. જ્યારે હાલમાં સોનાનો ભાવ ૮૮ હજાર ચાલે છે.