Get The App

દેવું કરીને બસ ચલાવવી એ જ ધ્યેય, ૨૦૦૬માં એ.એમ.ટી.એસ.નું દેવું ૪૪૯ કરોડ,હાલમાં ૪૭૦૬ કરોડ

વર્ષ-૨૦૦૫-૦૬માં સંસ્થાનું કુલ દેવું રુપિયા ૪૪૯ કરોડ રુપિયા સુધી સિમિત હતુ

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News

     દેવું કરીને બસ ચલાવવી એ જ ધ્યેય,  ૨૦૦૬માં એ.એમ.ટી.એસ.નું દેવું ૪૪૯ કરોડ,હાલમાં ૪૭૦૬ કરોડ 1 - image

  અમદાવાદ,બુધવાર,26 ફેબ્રુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દેવું કરીને ઘી પીતા નથી પણ દેવું કરીને બસ ચલાવે છે.૨૫ વર્ષમાં એ.એમ.ટી.એસ.નું દેવું રુપિયા ૪૭૦૬.૬૮ કરોડ ઉપર પહોંચ્યુ છે.વર્ષ ૨૦૦૫માં સંસ્થાનું કુલ દેવું રુપિયા ૪૪૯.૯૧ કરોડ સુધી સિમિત હતું.૨૦૦૬માં સંસ્થાની આવક રુપિયા ૮૩.૮૧ કરોડ હતી.વર્ષ-૨૦૨૫માં આવક રુપિયા ૧૧૯.૨૬ કરોડ થઈ છે.

૭૮ વર્ષ પહેલા અમદાવાદમાં ૩૮ રુટ ઉપર ૧૧૨ બસ સાથે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસ દોડાવવાની શરૃઆત કરવામાં આવી હતી.વર્ષ-૨૦૨૩માં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૨૦૫ રુટ ઉપર ૬૩૭ બસ શહેરીજનો માટે દોડાવવામાં આવતી હતી.વર્ષ-૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ શહેરની કુલ વસ્તી ૫૬ લાખ હતી.વર્ષ-૨૦૨૩-૨૪ મુજબ હાલ ૭૦ લાખથી પણ વધુની વસ્તી છે.આમછતાં વર્ષ ૨૦૨૩-૨૪માં એ.એમ.ટી.એસ.બસમાં મુસાફરોની સંખ્યા જે વર્ષ-૨૦૧૨-૧૩માં ૬.૫૬ લાખ હતી જે ઘટીને ૩.૮૯ લાખ જેટલી થઈ ગઈ છે.પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધારો કરવાની દસ વર્ષ પહેલા કરવામાં આવેલી જાહેરાત છતાં લોકોને સમયસર એ.એમ.ટી.એસ.ની બસ મળતી નહીં હોવાથી એ.એમ.ટી.એસ.બસના મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહયો છે.મુસાફરોની સંખ્યા વધારવા ડબલ ડેકર બસ ચલાવવાના પ્રયાસ તંત્રે કર્યા પછી પણ ડબલડેકર બસના ત્રણ રુટ શરુ કરાયા પછી બંધ કરાયા છે.

એ.એમ.ટી.એસ.નું દેવું -આવક કયારે કેટલી?

વર્ષ    દેવું(કરોડ)     આવક(કરોડ)

૨૦૦૬ ૪૪૯.૯૧       ૮૩.૮૧

૨૦૦૭ ૩૮૯.૮૨       ૯૫.૧૫

૨૦૦૮ ૪૬૪.૮૧       ૧૦૯.૮૧

૨૦૦૯ ૫૩૯.૭૨       ૧૧૬.૫૪

૨૦૧૦ ૬૯૭.૩૦       ૧૧૮.૩૩

૨૦૧૧ ૮૪૧.૩૩       ૧૦૯.૭૧

૨૦૧૨ ૯૯૮.૧૧       ૧૧૯.૩૧

૨૦૧૩ ૧૧૬૭.૪૮     ૧૪૩.૭૮

૨૦૧૪ ૧૩૮૭.૦૨     ૧૫૩.૬૯

૨૦૧૫ ૧૬૩૩.૩૦     ૧૩૦.૪૦

૨૦૧૬ ૧૯૩૦.૦૧     ૧૧૩.૯૯

૨૦૧૭ ૨૨૩૭.૭૨     ૧૧૨.૮૦

૨૦૧૮ ૨૫૫૮.૭૧     ૧૨૬.૮૯

૨૦૧૯ ૨૮૮૪.૩૮     ૧૨૩.૬૩

૨૦૨૦ ૩૧૮૯.૬૯     ૩૯.૨૫

૨૦૨૧ ૩૭૨૩.૯૯     ૯૧.૯૮

૨૦૨૨ ૩૮૬૧.૧૩     ૧૨૩.૦૬

૨૦૨૩ ૪૦૫૯.૧૪     ૧૪૧.૮૧

૨૪-૨૫ ૪૭૦૬.૬૮     ૧૧૯.૨૬       


Google NewsGoogle News