Get The App

સિવિલમાં મહારાષ્ટ્રના દર્દીના થાપાના ગોળાનું પ્રત્યાર્પણ કરાયું

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
સિવિલમાં મહારાષ્ટ્રના દર્દીના થાપાના ગોળાનું પ્રત્યાર્પણ કરાયું 1 - image


- સિવિલમાં વર્ષે આવા 150 ઓપરેશનઃ ખાનગી હોસ્પિટલમાં અઢીથી ત્રણ લાખ રૃપિયા ખર્ચ પણ અહી નિઃશુલ્ક થાય છે

 સુરત,:

નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ડોકટરો મહારાષ્ટ્રના આધેડનું થાપાના ગોળાનું સફળ ઓપરેશન કર્યાના ત્રણ દિવસ પછી વોકરની મદદથી ચાલતા કર્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગામમાં રહેતા ૪૬ વર્ષીય વિકાસભાઇ બાબુલાલ બાવસ્કર પૂણેમાં લેથ મશીન વર્કશોપમાં મજૂરીકામ વેળા ૧૯૯૯માં ફેસિયલ પાલ્સી (ચહેરાનો લકવો) થયો હતો. મોહાડી ગામના સેવાભાવી રામ પાટીલને સારવારમા મદદ માટે અપીલ કરી હતી.

જેથી સુરતની નવી સિવિલના સહયોગથી તેમના થાપાનો ગોળો બદલવાની સફળ સર્જરી ઓર્થોપેડીક વિભાગના વડા ડો.હરિમેનના માર્ગદર્શન સાથે યુનિટ હેડ ડો.મનિષ પટેલ સહિતની ટીમે કરી હતી. સિવિલમાં એમ.આર.આઈ, દવા તેમજ ઓપરેશન સહિત તમામ સારવાર નિઃશુલ્ક થતા દર્દીના પરિવારને આથક બોજમાંથી મુક્તિ મળી હતી.

ડો.મનને જણાવ્યું કે, સિવિલના હાડકાના વિભાગમાં રોજ ૨૦૦થી વધુ દર્દી આવે છે. વર્ષે થાપાના ગોળાના પ્રત્યાર્પણના ૧૫૦ જેટલા ઓપરેશન થાય છે. એક ગોળાની કિંમત રૃા.૧ લાખથી રૃા.૨.૫૦ લાખ જેટલી હોય છે. ખાનગી હોસ્પિટલમાં તેનો ખર્ચ રૃા.બેથી ત્રણ લાખ થાય છે. સિવિલમાં વિનામૂલ્યે થાય છે. તેથી અન્ય રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે અહી આવે છે.


Google NewsGoogle News