સુરતના પાંચ તાલુકાના 1300 સરકારી જમીનના નંબરોના ઇ-મેપીંગ માટે સર્વે શરૃ
રાજયમાં પ્રથમ વખત સુરતમાં શરૃ થયેલો સર્વે
- અક્ષાંશ-રેખાંશ મેળવી ડેટા અપલોડ કરાશે : ભવિષ્યમાં સરકારી
જમીનો જોઇતી હશે તો એક જ કિલકમાં તમામ વિગતો ફોટોગ્રાફ સાથે ઉપલબ્ધ થશે
સુરત
શહેરી
વિસ્તારોમાં સરકારી જમીનોની ભારે અછત તેમજ ભવિષ્યમાં જેટલી પણ જમીનો છે. તેમાં
લીટીગેશન કે દબાણો ઉભા ના થાય તે માટે સુરત જિલ્લા કલેકટરે ગુજરાતમાં પ્રથમ વખત
સુરત શહેરના પાંચ તાલુકાના ૧૩૦૦ સર્વે નંબરોમાં આવેલી સરકારી જમીનોનું ઇ-મેપીંગ
શરૃ કરાવ્યુ છે. આ સર્વે નંબરાના અક્ષાંશ- રેખાંશ, ફોટા સહિતની વિગતો
લઇને ઓનલાઇન અપલોડ કરવાથી ગુગલ મેપમાં સીધી જ ખુલી જશે.
સુરત શહેરના પાંચ તાલુકા ઉધના, મજુરા, કતારગામ, અડાજણ અને પુણામાં વિવિધ સરકારી જમીનો આવી છે. આ જમીનોની સાથે જ જયારે પાલિકા અને નગરનિયોજન દ્વારા પ્લાન પાસ થાય છે, તેમાંથી કુલ જમીનની ૪૦ ટકા જમીન કપાતમાં જાય છે. આ તમામ જમીનો મળીને હાલ સુરત શહેરના પાંચ તાલુકામાં ૧૩૦૦ જેટલા સરકારી નંબરોમાં જમીનો આવી છે. બીજીતરફ આ જમીનો પર દબાણો થયા છે કે નથી કે પછી ભવિષ્યમાં દબાણો નહીં થાય તે માટે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા આ તમામ સરકારી નંબરોનુ ફિલ્ડ એરીયા મેજર એપ ( ઇ-મેપીંગ ) શરૃ કરાવ્યુ છે. જેમાં પાંચેય તાલુકાના નાયબ મામલતદારો, સર્કલ ઓફિસરો સ્થળ પર જઇને સરકારી જમીનોના ફોટાગ્રાફ લેશે. તેમજ ત્યાંથી જ જમીનના અક્ષાંશ-રેખાંશ લેશે. આમ ગુગલમેપ, ક્ષેત્રફળ, જમીનના ડેટા બધુ ભેગુ કરીને રેકડ તૈયાર કરશે. અને જયારે પણ સરકારી જમીનની માંગણી થશે. ત્યારે એક જ કિલક કરવાથી તમામ વિગતો ફોટોગ્રાફ સાથે મળી રહેશે. આ જમીનોમાં દબાણો છે કે નથી ? તેની પણ વિગતો મળશે. અને ભવિષ્યમાં જમીનોનો આખો રેકર્ડ જ ઓનલાઇન ઉપલબ્ધ થનાર હોવાથી લીટીગેશનના પ્રશ્નો પણ ઉપસ્થિત થશે નહીં.
ઓનલાઇન રેકર્ડ ઉપલબ્ધ હોવાથી ફાઇનલ પ્લોટના કબ્જા ફેરફાર કરવુ અશકય બનશે
કલેકટરાલયના સુત્રોના જણાવ્યા મુજબ આ ઇ-મેપીગ થવાથી સરકારી
જમીનો કયા કયા આવેલી છે. તે અક્ષાંશ રેખાંશથી તુરંત જ જાણી શકાશે. જેના કારણે કોઇ
જમીનનો ફાઇનલ પ્લોટ નક્કી કરવો હશે ત્યારે જો સરકારી જમીનોમાંથી લેવામાં આવશે તો
ખ્યાલ જ આવી જશે કે આ જમીન તો સરકારની બોલે છે. આથી અત્યાર સુધી ફાઇનલ પ્લોટ (
એફ.પી ) ને લઇને જે ગરબડો ચાલતી હતી. તે પણ અશકય થઇ જશે.
સુરતમાં સરકારી જમીનો શોધવામાં ફાંફા પડે છે
સુરત શહેરની વસ્તી કૂદકેને ભૂસ્કે વધી રહી છે. અને આગામી વર્ષોમાં
વસ્તી વધવાની સાથે જ ૨૦૩૫ ના વિકાસ માટે પણ સરકારી જમીનોની જરૃરિયાત ઉભી થશે. આ કારણે
હાલમાં જેટલી પણ જમીનો છે. તેનુ ઇ-મેપીગ થાય તો ભવિષ્યમાં જયારે પણ જરૃર ઉભી થાય તો
તુરંત જ ખબર પડી જશે કે આ સ્થળે જમીન છે. તે યોગ્ય છે કે નથી ?