Get The App

લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, એસ.ટી. વિભાગ અમદાવાદથી દોડાવશે 50 વધારાની બસ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, એસ.ટી. વિભાગ અમદાવાદથી દોડાવશે 50 વધારાની બસ 1 - image


ST Incresed 50 Bus During Junagadh Lili Parikrama: દેવઊઠી એકાદશીના રોજ એટલે કે 12 નવેમ્બરે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. લીલી પરિક્રમા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પણ 12થી 15 નવેમ્બર દરમિયાન રોજની 50 વધારાની બસ દોડાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ ક્યારે મળશે ન્યાય? નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા; ડાયરેક્ટર-ચેરમેન અને તબીબો ભૂગર્ભમાં

અમદાવાદથી જૂનાગઢની બસમાં વધારો

અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી મોટાભાગની એસટીની બસ હાલમાં એકદમ ભરચક જઈ રહી છે. સોમવારે જ અમદાવાદથી જૂનાગઢ માટે 13 વધારાની બસ દોડાવવામાં આવી હતી. આ 13માંથી 10 બસ હાઉસફૂલ હતી. આ જ રીતે 12 નવેમ્બરના અમદાવાદના કૃષ્ણનગરથી જૂનાગઢ માટે ઉપડતી રેગ્યુલર 15 બસમાંથી 10 બસ એડવાન્સમાં જ પેક થઈ ગઈ હતી. 

આ પણ વાંચોઃ દિવાળીની રજામાં ગુજરાતમાં વધ્યાં માર્ગ અકસ્માત, અમદાવાદમાં દરરોજ 97 લોકો અકસ્માતમાં થયા ઘાયલ

અલગ-અલગ જિલ્લા માટે 172થી વધુ બસ દોડાવાશે

અમદાવાદથી એસટીની વધારાની બસ દ્વારા આગામી બે દિવસમાં 6 હજારથી વઘુ લોકો જૂનાગઢ પહોંચે તેવી સંભાવના છે. લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓ માટે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે 172થી વધુ બસો અને રેલવે વિભાગ દ્વારા ત્રણ વધારાની ટ્રેન યાત્રાળુઓ માટે શરુ કરવામાં આવી છે.


Google NewsGoogle News