Get The App

રાજકોટ નાગરિક સહકારી બૅંકની ચૂંટણીના પરિણામ જાહેર, જાણો મામા-ભાણેજના જંગમાં કોણ જીત્યું

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
રાજકોટ નાગરિક સહકારી બૅંકની ચૂંટણીના પરિણામ જાહેર, જાણો મામા-ભાણેજના જંગમાં કોણ જીત્યું 1 - image


Rajkot Nagrik Co-operative Bank Election Results : રાજકોટ નાગરિક બૅંકની પ્રતિષ્ઠા ભરેલી યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નાગરિક બૅંકની ચૂંટણીમાં મામા-ભાણેજ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો. જેમાં મામા-ભાણેજના આ જંગમાં મામાની પેનલની જીત થઈ છે, એટલે કે જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોએ જીત નોંધાવી છે. જ્યારે ભાણેજની એટલે કે કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઈ છે.

પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ સરેરાશ 96.39 ટકા મતદાન થયું હતું. 332માંથી 320 ડેલીગેટ્સએ મતદાન કર્યું હતું. જેમાં સહકાર પેનલના કીર્તિદાબેન જાદવ અને જ્યોતિબેન ભટ્ટની જીત થઈ છે. કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા હતા, જ્યારે જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા હતા. આમ ભાજપ આરએસએસના ટેકા વાળી પેનલનો જયજયકાર જોવા મળ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે 28 વર્ષ બાદ રાજકોટ નાગરિક બૅંકની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલમાંથી 21 ઉમેદવારો અને સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ કરવામાં આવ્યા છે. જોકે  6 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ગઈ હતી. 


Google NewsGoogle News