ગાડીમાંથી રૃપિયા ૨.૧૪ લાખની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો પોલીસે ઝડપી પાડયો
રાંધેજા ગામની સીમમાં દરોડો પાડીને
ગાંધીનગર : ગાંધીનગરના રાંધેજા ગામની સીમમાં બુટલેગર દ્વારા દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતી મળવાના પગલે પેથાપુર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. જેના પગલે સીમમાં નાળિયા પાસે ખુલ્લી હાલતમાં મળી આવેલી ગાડીમાંથી વિદેશી પ્રકારના દારૃનો રૃપિયા ૨.૧૪ લાખનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસને જો બુટલેગરનું નામ મળ્યું હતું તે હાથ નહીં આવતા ગુનો નોંધી તેની શોધખોળ શરૃ કરી હતી.
પેથાપુર પોલીસ મથકના ઇન્સપેક્ટર મુકેશ દેસાઇના જણાવવા
પ્રમાણે તેની ટીમ પેટ્રોલિંગમાં હતિ તે દરમિયાન રાંધેજા ગામનો રહેવાસી પ્રવિણ
ઉમારામ પુરોહિત નામનો શખ્સ ડિઝાયર કારમાં દારૃનો જથ્થો લાવીને રાંધેજા ગામની
સીમમમાં નાળિયા પાસે ઉભો હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોલીસ ઉપરોક્ત સ્થળે
પહોંચી હતી અને ગાડીને કોર્ડન કરી લીધી હતી. જોકે પ્રવિણ પુરોહિત સ્થળ પર હાજર મળી
આવ્યો ન હતો. પરંતુ ગાડીની તલાસી લેવામાં આવતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની
દારૃની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે દ્વારા દારૃનો જથ્થો અને
રૃપિયા ૫ લાખની કિંમતની કાર ગણીને રૃપિયા ૭.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નાશી
છુટેલા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરવા સાથે કાયદેસરની કાર્યવાહી કરી હતી.