સ્મીમેર હોસ્પિટલમાં ટ્રાયલ બેઇઝ પર પેપરલેસ સિસ્ટમ શરૃ, પહેલા દિવસે હાલાકી
- કેસબારી, ઓપીડી, ડિસ્પેન્સરી પર કોમ્પ્યુટર ગોઠવાયા
- ડોક્ટર્સ,કર્મચારીઓને આખી પેપરલેસ સિસ્ટમ સમજતા સમય લાગશેઃ ટોકન ક્યાંથી અને કેવી
રીતે કાઢવું તેની મુંઝવણમાં સમય વેડફાયો
સુરત :
સુરત મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલને હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (એચ.આઇ.એમ.એસ ) હેઠળ પેપરલેસ બનવાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે સ્મીમેરમાં સારવાર અર્થે આવતા દર્દીઓને તકલીફ દુર થાય તે માટે આજે શનિવારથી ટ્રાયલ બેઇઝ ઉપર પેપરલેસ કામગીરીની શરૃઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં રોજના વિવિધ તકલીફની સારવાર માટે હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. જોકે દર્દીઓના સારવાર માટેનો જરૃરી કેસ પેપરથી લઈને ઇન્ડોર કેસ તથા આઉટડોર સહીત કામગીરીને પેપરલેસ કરવા માટે તંત્રએ તૈયારી શરૃ કરી છે. જયારે આજે શનિવારે સ્મીમેરમાં સારવાર અર્થે આવતા દર્દીઓની ભીડ ઓછી હોય છે. તેને ધ્યાને રાખીને પેપરલેસ કામગરી કેવી રીતે રહેશે,દર્દીઓને કેવો રિસ્પોન્સ મળશે, દર્દી તકલીફ ઓછી થશે, કોમ્પ્યુટર રાઇઝ સિસ્ટમ થશે, દર્દીઓ લાંબી કતારમાં ઉભા નહી રહેવુ પડે સહિત માટે આજે શનિવારે ટ્રાયલ બેઇઝ પેપરલેસની કામગીરી શરૃ કરવામાં આવી છે.
જેથી તમામ ઓ.પી.ડી, કેસબારી, ડિસ્પેન્સરી સહિતના જરૃરી જગ્યાએ કોમ્પ્યુટર મુકવામાં આવ્યા છે.આજે સવારથી જ દર્દીઓને ટોકન મશીન દ્રારા ટોકન આપી કેસબારી ઉપર રજીસ્ટર કરાવીને એક હેલ્થ કાર્ડ આપી જે તે ઓ.પી.ડીમાં મોકલવામા આવ્યા હતા. જ્યા ડોકટરો દ્રારા દર્દીને ચેકઅપ કરીને કોમ્પ્યુટર ઉપર જ તેમની હિસ્ટ્રી લખી આગળ જે તે વિભાગમાં જરૃરી હોય તે વિભાગમાં રિફર કે દવા લેવા માટે મોકલવામા આવ્યા હતા. જોકે ટ્રાયલ બેઇઝ પર કામગીરી શરૃ કરવામાં આવી છે. જે પ્રમાણે જરૃર હશે. તે પ્રમાણે કોમ્પ્યુટર સહિત સ્ટીસ્ટમ અને વ્યવસ્થામાં સુધારો વધારો કરવામાં આવશે. એવુ સ્મીમેરના અધિકારીએ જણાવ્યુ હતું. જયારે આજે સ્મીમેરમાં દર્દીઓનો ધસારો બહુજ વધી ગયો હતો. મોટાભાગના દર્દીઓને ખબર નહીં હતી કે ટોકન ક્યાંથી લેવાનું, કઈ રીતે મળશે. ટ્રાયલ હોવાને લીધે દર્દીઓનઓનો ધસારો વધુ હતુ. જેથી દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. એટલુ નહી ડોકટરો સહિતના કર્મચારીઓને આ સિસ્ટમના લીધે તકલીફ પડી હતી. પણ આ સિસ્ટમ બરાબર ચાલતી થશે. તો દર્દીઓ માટે બહુજ ફાયદાકરક રહેશે. એવુ સુત્રો કહ્યુ હતું.